31 માર્ચ પહેલા પરીક્ષા પૂર્ણ કરવાનો તંત્રનો નિર્દેશ પણ શાળામાં 10% કોર્સ બાકી

PC: livemint.com

નવા શૈક્ષણિક સત્રને લઇને શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિક્ષણ તજજ્ઞોના મને ઉતાવળિયો નિર્ણય છે. આ કહેવાનું કારણ એ છે કે, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા 31 માર્ચ પહેલા ગુજરાતની તમામ શાળાઓમાં અભ્યાસ ક્રમ પૂર્ણ કરવાની સૂચના આપી છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય ગ્રાઉન્ડ રીયાલીટી ચેક કર્યા વગર લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, NCRTના પુસ્તકો લાગુ કરવામાં આવ્યા પછી તેની પધ્ધતિથી કોર્સ લાંબા ચાલે છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં 31 માર્ચ પહેલા વાર્ષિક પરીક્ષા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ શાળાઓમાં 10% કોર્સ બાકી હોવાનું શિક્ષકોએ સ્વીકાર્યું છે.

હાલ શિક્ષકોએ જે કોર્સ ચલાવવાના હતા તે ચલાવી દીધા છે પરંતુ શિક્ષણ વિભાગના નિર્ણયને કારણે હવે આ કોર્સની રીવીઝન થઇ શકશે નહીં. તજજ્ઞોના માટે શિક્ષણ વિભાગના એપ્રિલથી નવું સત્ર શરૂ કરવાનાં નિર્ણયની અસર વિધાર્થીઓ પર થશે. બીજી તરફ શાળાના સંચાલકોના મત અનુસાર બાળકો ધોરણ 8માંથી 9માં અને 10માંથી 11માં આવે એટલે તેમને શાળા બદલવી પડે છે. આ સ્થિતિમાં વિદ્યાર્થી તાત્કાલિક શાળાની પસંદગી કેવી રીતે કરશે અને શાળાઓ એડમીશનની પ્રક્રિયા પૂર્ણ કેવી રીતે કરશે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે તંત્રને વેકેશનના દિવસોમાં ફેરફાર ન કરવાની માગ કરી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મહામંત્રીનું અલ્કેશ પટેલનું કહેવું છે કે, જૂના શૈક્ષણિક સત્રમાં વેકેશનના જે દિવસોમાં હતા તેજ નવા બદલાયેલા સત્રમાં રહેશે. જેમાં દિવાળી વેકેશનના 21 દિવસ, ઉનાળુ વેકેશનના 35 દિવસ રહેશે પરંતુ વર્ષ દરમિયાન આવતી કુલ 80 રજાઓમાં ફેરફાર થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp