જાણો ઈતિહાસમાં 15 માર્ચનું મહત્ત્વ...

PC: googleimages.com

'ઉપર મત આના મેં ઉન્હે સંભાલ લૂંગા' જેવા છેલ્લા શબ્દો સાથે પોતાના અંતિમ શ્વાસ છોડનાર શહીદ મેજર સંદીપ ઉન્નીક્રુષ્ણનનો જન્મ 15 માર્ચ 1977મા થયો હતો. 26-11ના મુંબઇ હુમલા દરમિયાન તેઓએ 14 લોકોને સુરક્ષીત બહાર કાઢ્યા હતા ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. મેજર સંદીપ ઉન્નીક્રુષ્ણનને તેમની બહાદૂરી માટે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

15 માર્ચ 1992મા પ્રખ્યાત લેખક રાહી માસુમ રઝાનું મૃત્યુ થયું હતું. તેઓએ 'આધા ગાંવ', 'દિલ એક સાદા કાગઝ' જેવી નવલકથાઓ લખેલી છે તેમણે ફેમસ સિરિયલ 'મહાભારત' માટેની સ્ક્રિપ્ટ અને ડાયલોગ લખ્યા હતા. હિન્દી ફિલ્મ 'મેં તુલસી તેરે આંગન કી' નામની ફિલ્મ માટે તેમને ફિલ્મફેરમાં બેસ્ટ ડાયલોગ માટેનો ઍવોર્ડ પણ મળેલો છે. આ સિવાય તેમણે ઘણી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ અને ડાયલોગ લખ્યા છે.

15 માર્ચ 1877ના દિવસે પહેલીવાર ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ઑસ્ટ્રેલિયાનો 45 રને વિજય થયો હતો. આજે ટેસ્ટ મેચને 141 વર્ષ પૂરા થયા છે.

15 માર્ચ 1983ના દિવસે પહેલીવાર આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે 1962માં અમેરિકાના રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ ગ્રાહકોના અધિકારો વિશે ભાષણ આપ્યું હતું તેનાથી પ્રેરિત થઇને આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp