GPSCના નવા ચેરમેન બન્યા નલિન ઉપાધ્યાય

PC: khabarchhe.com

ગુજરાત રાજ્યના GPSCના ચેરમેનનું પદ છેલ્લા 100 દિવસથી ખાલી હતું જેને લઈને આજે એકે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના ચેરમેનનું પદ છેલ્લા 3 મહિના કરતા પણ વધારે સમયથી ખાલી પડ્યું હતું. આ પહેલા દિનેશ દાસા હતા GPSCના ચેરમેન. આ વર્ષના ફેબ્રુઆરીની 1લી તારીખે સેવા નિવૃત થયા હતા જેથી આ પદ ખાલી થયું હતું. આજે GPSCના ચેરમેનની જાહેરાત કરતા નલિન ઉપાધ્યાય બન્યા હતા નવા ચેરમેન.

આ પહેલા નલિન ઉપાધ્યાય એનિમલ અને હસ્બન્ડરીના સેક્રેટરી પદ પર હતા.તે વોલેન્ટયરી રીટાયર થવા માંગતા હતા. GPSCના ચેરમેનનો ખાલી જગ્યાનો હવાલો GPSCના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપાયો છે. હાલ પૂરતો સમય આ જગ્યા નલિન ઉપાધ્યયને સોંપવામા આવી છે. દિનેશ દાસએ નલિન ઉપાધ્યાયને શુભેચ્છા આપી હતી.

આ વર્ષે જ એપ્રિલ મહિનામાં GPSCના ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી. આ વર્ષે ચાર નવા સભ્ય નલિન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસાર અને સુરેશ ચંદ્ર પટેલ નવા સભ્ય તરીકે નિમણુંક કરાઈ હતી. નલિન ઉપાધ્યાયની નિમણુંક થતા ખાલી પડેલા પદ પર હાલ પૂરતી નિમણુંક કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp