પહેલા જ દિવસે રાજકોટમાં ફાયર વિભાગે શાળાઓને બંધ કરવાના આદેશ આપ્યા, જાણો કારણ

PC: rightinfrontofme.wordpress.com

સુરતમાં થયેલા અગ્નિકાંડ પછી તંત્ર એક્શનમાં આવ્યું હતું. ગુજરાતમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાઓ અને ટ્યુશન ક્લાસને વહેલી તકે ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા, રાજકોટ ફાયર વિભાગ દ્વારા રાજકોટમાં ચાલતી ખાનગી શાળાઓમાં ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ચેકિંગ દરમિયાન ખુલાસો થયો હતો કે, રાજકોટમાં 500 શાળાઓમાંથી એક પણ શાળા પાસે ફાયર વિભાગનું NOC નથી. કેટલીક શાળાઓમાં ફાયરના સાધનો તો હતા, પણ શાળાઓ પર ગેરકાયદેસર પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. તેવી શાળાઓને તાત્કાલિક બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.

ફાયર અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે શાળાઓ પર શેડ બનાવવામાં આવ્યા છે. તે શાળાઓને બંધ કરાવી છે અને આ બાબતે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાથે એક મિટિંગ કરીને આ તમામ ગેરકાયદેસર છાપરાઓ હટાવી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં જે પ્રકારનો અગ્નિકાંડ થયો હતો. તેવો બીજો અગ્નિકાંડ ન થાય તે માટે તંત્ર હવે જાગ્યું છે. બાળકોની સેફ્ટીને લઇને શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયરનું NOC ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે ઘણી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા ફાયરનું NOC મેળવવા માટે અરજી અને ક્લાસની અંદર ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp