ગુજરાતમાં સ્કૂલોને ફી તો લઇને જ રહેશે શાળાઓ, સરકાર લોકડાઉનની ફી નક્કી કરશે

PC: news18.com

હાઈકોર્ટમાંથી સ્કૂલ સંચાલકોને મોટી રાહત મળી છે, તો બીજી તરફ પેરેન્ટ્સની ચિંતા વધી ગઈ છે. હાઈકોર્ટે ફી ન લેવાના રાજ્ય સરકારના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના નિર્ણયને રદ્દ કરતા કોર્ટે કહ્યું કે, આ અંગે ફરીવાર નિર્ણય લેવામાં આવે. સ્કૂલ સંચાલકોએ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. થોડાં દિવસો અગાઉ રાજ્ય સરકારે કહ્યું હતું કે, જ્યાં સુધી સ્કૂલ ફિઝીકલી શરૂ ન થાય ત્યાં સુધી ફી ના લઈ શકાય. તેનો વિરોધ કરતા પ્રાઈવેટ સ્કૂલ સંચાલકોએ ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દીધુ હતું હતું. તો બીજી તરફ પેરેન્ટ્સ રાજ્ય સરકારના બીજા આદેશની રાહ જોઈ રહ્યા છે. પેરેન્ટ્સને ફીમાં રાહત મળવાની આશા છે.

જાણકારી અનુસાર, શુક્રવારે હાઈકોર્ટના આદેશ બાદ ફીનો વિવાદ ફરી શરૂ થઈ ગયો. સ્કૂલ ફરીથી ફી જમા કરાવવા માટે વાલીઓ પર દબાણ કરવાનું શરૂ કરી દેશે. રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકાર સ્કૂલોમાં લોકડાઉનની ફી નક્કી કરી શકે છે. તેને કારણે વાલીઓને થોડી રાહત જરૂર મળશે. લોકડાઉનની ફીને લઈને વાલીઓ છેલ્લાં 4 મહિનાથી વિરોધ કરી રહ્યા છે.

સંગઠનના પ્રવક્તા દીપક રાજગુરુએ કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું સ્કૂલ સંચાલક સ્વાગત કરે છે. આ નિર્ણયથી કોઈની હાર-જીત નથી થઈ. સ્કૂલ સંગઠને કહ્યું કે, જે વાલીઓ સક્ષમ છે, તેમણે ફી ભરવી પડશે, જે લાચાર છે, જેમની પાસે કોઈ રોજગાર નથી, વ્યવસાય બંધ થઈ ગયો છે, અમે તેમની મદદ કરીશું. હાઈકોર્ટના આદેશ બાદ વાલીઓએ ડરવાની જરૂર નથી અને સ્કૂલો તરફથી ફી ભરવા માટે દબાણ પણ કરવામાં નહીં આવશે. પ્રવક્તા દીપક રાજગુરુએ કહ્યું કે, સ્કૂલોએ પણ શિક્ષકોને ચાર મહિનાનો પગાર ચુકવવાનો છે. પૈસા ક્યાંથી લાવીશું.

સ્કુલોની ફીને લઈને કોઈપણ નિર્ણયને અંતિમ ના કહી શકાય, કારણ કે છેલ્લાં 4 મહિનામાં 3વાર નિયમ બદલાઈ ચુક્યા છે. રાજ્ય સરકારે પહેલા કહ્યું હતું કે, સ્કૂલ ટ્યુશન ઉપરાંત બીજી કોઈ પણ ફી એટલે કે ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય ખર્ચ ના લઈ શકાશે. વાલીઓનો વિરોધ વધ્યો તો રાજ્ય સરકારે પોતાનો નિર્ણય બદલતા કહ્યું કે, જ્યાં સુધી સ્કૂલ્સ નહીં ખુલશે ત્યાં સુધી ફી નહીં લઈ શકાશે. હવે હાઈકોર્ટે સરકારના આ નિર્ણયને પણ બદલી દીધો છે.

આ અંગે વાલી સંગઠનના અધ્યક્ષ ઉમેશ પંચાલનું કહેવું છે કે, હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર શું નિર્ણય લે છે, તે આવનારા દિવસોમાં જાણવા મળશે. રાજ્ય સરકાર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે, તે વાલીઓ સાથે અન્યાય નહીં કરશે. આથી અમે સરકારના નવા આદેશની રાહ જોઈ રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp