7 વર્ષથી ફાઇલ પર ગર્ભવતી થઇ જતી હતી આ 50 વર્ષની શિક્ષિકા, જાણો આખી ઘટના

PC: kveller.com

બિહારના સુપૌલમાં શિક્ષા વિભાગનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. અહીં 50 વર્ષની એક મહિલા શિક્ષિકાને કેટલાક અધિકારીઓએ પહેલા માત્ર કાગળ પર જ નિયુક્તિ કરી દીધી હતી, પછી તે શિક્ષિકાને એવી શાળામાં નિમણુંક કરી દેવામાં આવી જેનું કોઇ અસ્તિત્વ હતું જ નહીં. આટલું જ નહી, 50 વર્ષની આ ટીચરને 7 વર્ષોથી ગર્ભવતી બતાવવામાં આવી રહી છે જે મેટરનીટિ લીવ પર બતાવીને પગાર પણ આપવામાં આવતો હતો. તપાસમાં ખબર પડી છે કે શિક્ષણ વિભાગના આ કૌભાંડમાં અધિકારીથી લઇને ડોક્ટર પણ સામેલ હતા. આ બધાં લોકોએ 7 વર્ષમાં પગાર રૂપે 15 લાખ જેટલી માતબર રકમ સરકાર પાસેથી લૂંટી છે. આ મામલે હવે DEOએ  સંબંધિત BEO ને જવાબદાર ગણાવી કારણદર્શક નોટિસ ફટકારી છે.

આ મામલો બિગારના સુપૌલના પિપરા વિસ્તારનો છે. અહીંના BEO સૂર્યદેવ પ્રસાદ પર આ કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવે છે કે સુર્યદેવ પ્રસાદે મધ્ય વિદ્યાલય હટબરીયાના પદસ્થ ટીચર સુભદ્ર ઠાકુરને 5 જુલાઇ 2017 થી 16 નવેમ્બર 2017 સુધી મેટરનીટી લીવ   આપી, પછી 17 નવેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કાર્યરત બતાવીને ફરી 3 ઓક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018 સુધી સીક લીવમાં બતાવી અને ફરી જાન્યુઆરી 2019માં કાર્યરત અવધિકમાં પગાર ચૂકવવાનો પ્રસ્તાવ વિભાદને મોકલી આપ્યો હતો.

આ કૌભાંડની માહિતી DEO અજયકુમાર સિંહને લાગી તો તેમને તરત તપાસના આદેશ આપ્યાં હતા. જ્યારે તપાસ થઇ તો ક્યાંય રજિસ્ટરમાં સુભદ્રા ઠાકુરનું નામ સુદ્ધાં ન હતું. પૂછપરછમાં ખબર પડી કે સુભદ્રા ઠાકુર નામની શિક્ષિકાને દુબિહારીમાં પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર આપવામાં આવ્યું છે, પરંતુ સત્ય એ હતું કે આવી કોઇ શાળા પિપરા પ્રખંડમાં અસ્તિત્વમાં જ ન હતી. અહીંની એક શાળાના શિક્ષકે કહ્યું કે આ શાળામાં સુભદ્રા ઠાકુર નામની કોઇ શિક્ષિકા છે જ નહી. તપાસમાં ખબર પડી છતે કે સુભદ્રા ઠાકુર નામની એક મહિલા આ ગામમાં રહે છે પરંતુ તે ટીચર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp