26th January selfie contest

દુનિયાના વિવિધ દેશમાં ચાલતી 10 રસપ્રદ સ્કૂલ સિસ્ટમ વિશે આજે જાણીએ

PC: scoopwhoop.com

આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશની શાળાઓ હજી પણ પરંપરાગત રીતે ચાલે છે. દરરોજ સ્કૂલબેગ લઇને જવાનું, પીરિયડ પ્રમાણે વિષય ભણવાના અને સમય પર ઘંટ વાગે એટલે છૂટી જવાનું પરંતુ તમે બહારના દેશની એજ્યુકેશન અને સ્કૂલિંગ સિસ્ટમ જોશો તો તે આપણા દેશ કરતાં ઘણી અલગ છે. જે દેશમાં રહો છો તેના આધારે સ્કૂલિંગ સિસ્ટમ્સ મોટા પ્રમાણમાં બદલાય છે. આજે અમે તમને વિશ્વભરની સ્કૂલિંગ સિસ્ટમ્સ વિશે કેટલીક ઈન્ટરેસ્ટિંગ વાતો જણાવવાના છીએ જે જાણીને તમે બોલી ઉઠશો કે અરે વાહ....આ ખરેખર સ્કૂલ છે!!

દક્ષિણ કોરિયામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દરરોજ ડબલ શિફ્ટ કરે છે. જે શાળામાં લગભગ 12-13 કલાક પસાર કરે છે. દક્ષિણ કોરિયાના વિદ્યાર્થીઓ દિવસનો મોટાભાગનો સમય શાળામાં વિતાવે છે. સવારે 8 વાગ્યે તેમની શાળા શરૂ થાય છે અને 4 વાગ્યા સુધી ચાલુ રહે છે. તેઓ જમવા માટે ઘરે પાછા જાય છે અને પછી તેમની બીજી શિફ્ટ જે સાંજના 6 વાગ્યાથી 9-10 વાગ્યા સુધી હોય છે તે માટે પાછા ફરે છે.

દક્ષિણ કોરિયામાં એક રોટેશન પ્રક્રિયા ચાલે છે જેમાં શિક્ષકો અને સંચાલકો દર પાંચ વર્ષે શાળા બદલે છે. આ રોટેશન પ્રક્રિયાનું પાલન એટલે કરવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે શિક્ષકો તેમની કારકિર્દી દરમિયાન સમયાંતરે શાળા બદલતા રહે તો તેમન જ્ઞાન અને અનુભવમાં વધારો થાય છે. તેમજ શાળાઓ પણ શાળાઓની જરૂરિયાતો સાથે મેળ ખાતા શિક્ષકોની કુશળતાનો લાભ મેળવી શકશે.

નોર્વેમાં હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયા પહેલા વિદ્યાર્થીઓ લગભગ ત્રણ અઠવાડિયા સુધી પાર્ટી કરે છે. દર વર્ષે ઉચ્ચ શાળામાંથી ગ્રેજ્યુએટ થતી નોર્વેજિયન ટીનેજર્સ 'ધ રસ' ઉજવે છે. જેમાં લગભગ મહિના અગાઉથી સેલિબ્રેશન શરૂ થઈ જાય છે. આ ઉજવણીમાં ડ્રિંક, પાર્ટી બસ અને એકબીજાને વાઇલ્ડ ચેલેન્જીસ આપીને ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી એપ્રિલની મધ્યમાં શરૂ થાય છે અને 17મી મે સુધી ચાલે છે.

જાપાની શાળાઓ નૈતિક શિક્ષણને અન્ય વિષયો જેમ કે ગણિતશાસ્ત્ર સાથે સરખાવે છે. તેથી અહીંયાની દરેક વિદ્યાર્થીને નૈતિક શિક્ષણ આપે છે.

ચિલીમાં સમર વેકેશન ડિસેમ્બરના મધ્યથી શરૂ થાય છે અને માર્ચની શરૂઆતમાં અંત થાય છે. આમ, તેમને શાળામાંથી 3 મહિનાનું ઉનાળું વેકેશન મળે છે.

ફિનલેન્ડનાં બાળકો 7 વર્ષની ઉંમર સુધી શાળા શરૂ કરતા નથી. જે શાળા શરૂ કરવા માટે વિશ્વની મોટી જૂની ઉંમરમાંની એક છે. બાળકોને સ્કૂલમાં મોડા મૂકવા એ ફિનલેન્ડની કેન્દ્રીય વિશેષતાઓમાંની એક વિશેષતા છે. જે ફિનલેન્ડની શાળા વ્યવસ્થાને યુરોપમાં ટોચના રેન્કિંગમાં સ્થાન આપે છે. તેઓ માને છે કે સાત વર્ષથી ઓછી ઉંમરના બાળકો શાળા શરૂ કરવા માટે તૈયાર નથી હોતા. આ સમય દરમિયાન તેમને રમવા માટે અને શારીરિક રીતે સક્રિય થવાની જરૂર છે.

ઈરાનમાં બધી શાળાઓ સિંગલ સેક્સ છે. છોકરીઓ અને છોકરાઓ કોલેજ સુધી પહોંચે એ પહેલા તેમને અલગ-અલગ રાખીને શિક્ષણ આપવામાં આવે છે. આટલું જ નહી, છોકરીઓની શાળામાં માત્ર મહિલા શિક્ષકો અને છોકરાઓની શાળામાં માત્ર પુરુષ શિક્ષકો જ વર્ગો લે છે.

ફ્રાન્સમાં પ્રોવિન્સ શહેર એકમાત્ર એવું શહેર છે કે જેણે આ વર્ષે શાળા ગણવેશ રજૂ કર્યો. આ સિવાય આ દેશની બધી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોઈ શાળા ગણવેશ રાખવામાં નથી આવ્યો.

ફ્રાંસમાં શાળાઓ 1-2 કલાક ભોજનનો સમય શિડ્યૂલ કરે છે. જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખોરાકની તૈયારી અને શિષ્ટાચાર વિશે શીખવવામાં આવે છે ખોરાક કેવી રીતે ખવાય તે માટે તૈયાર કરવામાં આવે છે.

બાંગ્લાદેશ દ્વારા આવતી પૂર સમસ્યાઓના કારણે આ દેશમાં 100થી વધુ બોટ શાળાઓ છે. આ દેશમાં દરેક ફ્લોટિંગ સ્કૂલમાં ઇન્ટરનેટનો ઉપયોગ લાઇબ્રેરી અને સોલર પાવરની સુવિધા ઉપલબ્ધ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp