બોર્ડની ઉત્તરવહીમાં મળી 100-200ની નોટો, IPSએ લખ્યું ભલા માણસ આટલામાં કોઇ પાસ...

PC: news18.com

સોશિયલ મીડિયા પર એક IPS અધિકારીએ એક ફોટો શેર કર્યો છે જે શિક્ષણ જગતની પોલ ખોલી નાંખે છે.

જ્યારે વ્યક્તિનું કામ આસાનીથી થતું નથી ત્યારે લાંચ આપીને તેને સરળતાથી કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ભારતમાં ઘણા કામો લાંચ લઈને પણ કરવામાં આવે છે એવા આરોપો લાગતા રહે છે.આ કારણથી લોકો લાંચ આપવામાં પણ અચકાતા નથી. પુખ્ત વયના અને બાળકો પણ જાણે છે કે ભારતમાં લાંચ આપીને ઘણી વસ્તુઓ કરી શકાય છે એટલે લોકો લાંચના પૈસા આપતા રહે છે.સોશિયલ મીડિયા પર એક IPS અધિકારીએ એક એવી તસ્વીર શેર કરી છે કે, જો ભારતમાં લાંચના રિવાજની પોલ ખોલી નાંખી છે.

બોર્ડની પરીક્ષાનો ડર ઘણા બાળકોમાં જોવા મળે છે. આ પરીક્ષાઓના પરિણામના આધારે બાળકોને આગળ પ્રવેશ મળે છે. આવી સ્થિતિમાં બાળકોની કારકિર્દીમાં આ પરીક્ષાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણી વખત લોકોને એવું લાગે છે કે જ્યારે ભારતમાં દરેક કામ લાંચ દ્વારા કરવામાં આવે છે, તો બોર્ડની પરીક્ષામાં પણ લાંચ આપવાથી કામ પતી શકે છે.એક IPS અધિકારીએ સોશિયલ મીડિયા પર આવી એક તસવીર શેર કરી છે, જેમાં બાળકે બોર્ડની પરીક્ષાની આન્સરશીટમાં જવાબના બદલે પૈસા ભરી દીધા હતા.

આ ફોટો સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. IPS અધિકારી અરુણ બોથરાએ આ વાત શેર કરી છે. જેમાં જવાબ પત્રકની અંદર નોટો નાખવામાં આવી હતી. તેમાં 100 અને 200ની નોટો ભરેલી હતી. સાથે જ લખવામાં આવ્યું હતું કે આટલા પૈસા માટે તેને પાસિંગ માર્કસ આપવામાં આવે.

વિદ્યાર્થીએ જે આન્સર શીટમાં રૂપિયા ભરીને મોકલ્યા હતા. તેની તસ્વીરનો ફોટો પાડીને ટીચરે IPS અધિકારીને મોકલ્યો હતો અને  તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. માત્ર આ એક જ તસ્વીરથી ભારતની એજ્યુકેશનલ સિસ્ટમને સમજી શકાય છે.

અધિકારીએ તેને શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. એક યૂઝરે લખ્યું કે બાળપણથી જ પૈસાથી દરેક વસ્તુ ખરીદવાની માનસિકતા વિકસે છે. જ્યારે એકે લખ્યું કે આ છે આપણી શૈક્ષણિક વ્યવસ્થા. આમાં બાળકોનું ભવિષ્ય જોવા મળે છે. જોકે, ઘણાએ બાળકની મજાક ઉડાવી હતી. તેમણે લખ્યું, ભલા માણસ, 200-300 રૂપિયામાં કોણ પાસ કરે?  વિદ્યાર્થી કયા રાજ્યનો છે એ વિશે માહિતી જાણવા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp