રૂપાણી સરકાર આ ધોરણના વિધાર્થીઓને શાળાએ બોલાવીને પરીક્ષા લેશે

PC: edexlive.com

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાની સાથે જ રાજ્ય સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પહેલા ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરી હતી. ત્યારબાદ 9 અને 11 શાળાઓ શરૂ કરી હતી અને ત્યારબાદ 6થી ધોરણ 8ની શાળાઓને શરૂ કરવામાં આવી છે. એટલે રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસની સાથે-સાથે 6થી 12 ધોરણના વર્ગોના કોરોનાની મહામારી વચ્ચે શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સરકાર દ્વાર અપરીક્ષાને લઇને પણ એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પહેલી સત્રાંત પરીક્ષાની જાહેરાત કરી છે.

સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવશે અને દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટે શાળાએ જવું પડશે. સરકારે બાળકોને પરીક્ષા આપવા શાળાએ બોલાવવાનું એટલા માટે ફરજીયાત કર્યું છે કે, વાર્ષિક પરીક્ષાના પરિણામને ધ્યાને લઇને બાળક પ્રથામસત્રની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે, બાળકોની પરીક્ષા માટે સરકાર દ્વારા શાળાઓમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન, તાલીમ પરિષદ-GCERT અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બાળકોની પરીક્ષાને લઇને બહાર પાડવામાં આવેલો પરિપત્ર રાજ્યના તમામ DEO, તમામ DPO અને મહાનગરપાલિકા સંચાલિત શાળાના અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે. પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને પ્રશ્નપત્ર મોકલી આપવામાં આવશે. રાજ્યની તમામ શાળાઓએ ગણિત, ગુજરાતી, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા કોમલ લેવાની રહેશે અને શાળા અન્ય વિષયની પરીક્ષા પોતાની રીતે લઇ શકશે. સાથે જ તમામ શાળાઓમાં પરીક્ષા પછી મૂલ્યાંકન પણ કોમન રહેશે.

મહત્ત્વની વાત છે કે, હજુ પણ ધોરણ 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓની શાળા શરૂ કરવામાં આવી નથી તેથી તેમણે ઘરે જ ઓનલાઈનના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પણ ધોરણ 3થી 8ના વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે 15 માર્ચથી શાળાએ જવું પડશે. એક તરફ રાજ્યમાં ચૂંટણી પછી કોરોનાના કેસમાં વધારો થતા સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં ફરીથી કોરોના ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે શું વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને પરીક્ષા લેવાનું યોગ્ય કહેવાય? પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોની? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp