પાકિસ્તાન સામે બદલો લેવાનો છે એટલે મને પાસ કરી દો, વિદ્યાર્થીએ કરી ટીચરને વિનંતી

PC: timesofindia.com

ઉત્તર પ્રદેશમાં 10માં અને 12 ધોરણની પરીક્ષાઓ પૂર્ણ થઈ ચુકી છે અને પેપર ચેક કરવાનું કામ પણ શરૂ થઈ ગયુ છે. જેમ-જેમ પરીક્ષાર્થીઓના પેપર ચેક કરવામાં આવી રહ્યા છે, તેમ-તેમ વિદ્યાર્થીઓના ખુરાફાતી મગજની ઘણી ઉપજો સામે આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકો પરીક્ષામાં પ્રશ્નોના જવાબની સાથોસાથ ખાસ જવાબો પણ આપી રહ્યા છે. તો ચાલો તમે પણ જોઈ લો કે બાળકોએ પેપરમાં કયા પ્રકારના જવાબો લખ્યા છેઃ

મળતી માહિતી અનુસાર, હાલમાં જ એક વિદ્યાર્થીએ પોતાના પેપરમાં લખ્યુ છે, સર મારા મામ સેનામાં હતા, તે શહીદ થઈ ગયા, પાકિસ્તાન સાથે તેમનો બદલો લેવા જવું છે. એટલે મને પાસ કરી દો.

તો એક બાળકે લખ્યુ હતુ કે, ગુરુજી પાસ કરી દો, નહીં તો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરશે. એક વિદ્યાર્થીએ લખ્યું હતુ, હું પૂજાને પ્રેમ કરું છું, યે મોહબ્બત ભી ક્યા ચીજ હૈ, ના જીને દેતી હૈ ઓર ના હી મરને... સર આ લવ સ્ટોરીએ અભ્યાસથી દૂર કરી દીધો, નહીં તો...

એક વિદ્યાર્થીએ લખ્યું હતુ, મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે હું ભણવામાં સારો છું. મને માત્ર પાસ થવા જેટલા માર્ક્સ આપી દો, નહીં તો તે મને છોડીને ચાલી જશે. તો એક વિદ્યાર્થીએ પોતાની ગરીબીની દુહાઈ આપીને પોતાને પાસ કરી દેવાની વિનંતી કરી હતી. તો કોઈક વિદ્યાર્થીઓ તો આના કરતા પણ એક ડગલું આગળ હતા અને તેમણે આન્સર શીટમાં 500 રૂપિયાની નોટ મુકીને પોતાને પાસ કરાવી દેવાની વિનંતી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp