દલિત વિદ્યાર્થીની મદદે સુપ્રીમ કોર્ટ આવ્યું, બોમ્બે IITને આપ્યો આ આદેશ

PC: theprint.com

ક્રેડિટ કાર્ડમાં ગડબડી થવાના કારણે સમય પર ફીન ન ભરી શકનારા દલિત સમુદાયના એક વિદ્યાર્થીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આજે બોમ્બે IITને આદેશ આપ્યો કે તે આવનારા 48 કલાકમાં આ વિદ્યાર્થીને એડમિશન આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દલિત વિદ્યાર્થીની સીટ માટે બીજા વિદ્યાર્થીની સીટ લેવામાં આવે નહીં. બલ્કે તેના માટે અલગથી સીટ બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ક્રેડિટ કાર્ડ ન ચાલી શકવાને કારણે આ વિદ્યાર્થી ફી જમા કરાવી શક્યો નહીં, જેને લીધે તેને IIT બોમ્બેમાં એડમિશન મળ્યું નહોતું. કોર્ટે કહ્યું કે, અદાલતે ક્યારેક ક્યારેક કાયદાથી ઉપર ઉઠવું જોઇએ કારણ કે કોણ જાણે છે કે આગળ ચાલીને 10 વર્ષ પછી આ આપણા દેશનો નેતા હોઇ શકે છે.

જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ બી વી નાગરત્નાની બેંચે કેન્દ્ર તરફથી રજૂ થયેલા વકીલને આદેશ આપ્યો હતો કે તેઓ IIT બોમ્બેનું એડમિશન ફોર્મ હાંસલ કરે અને એ સંભાવનાની તપાસ કરે કે તે વિદ્યાર્થીને કઇ રીતે એડમિશન મળી શકે છે.

કોર્ટે કહ્યું કે તે એક દલિત વિદ્યાર્થી છે. જે પોતાની ભૂલ વિના એડમિશન લેવાથી ચૂક્યો છે. તેણે IITની પરીક્ષા પાસ કરી છે અને IIT બોમ્બેમાં એડમિશન લેવાનો હતો. આવા કેટલા બાળકો આવું કરવામાં સક્ષમ છે? કોર્ટે ક્યારેક ક્યારેક કાયદાથી ઉપર ચાલવું જોઇએ. કોણ જાણે છે કે 10 વર્ષ પછી તે આપણા દેશનો નેતા હોય.

પ્રવેશ પરીક્ષામાં આરક્ષિત શ્રેણીમાં 864મો રેન્ક હાંસલ કરનારા અરજીકર્તા પ્રિંસ જયબીર સિંહ તરફથી રજૂ થયેલા અમોલ ચિતલેએ કહ્યું હતું કે જો તેને IIT બોમ્બેમાં પ્રવેશ મળતો નથી તો તે અન્ય IIT સંસ્થામાં પણ પ્રવેશ મેળવવા રાજી છે. જજે કહ્યું કે, યુવા દલિત વિદ્યાર્થી એક મૂલ્યવાન સીટ ગુમાવવાની કગારે છે, જે તેને IIT બોમ્બેમાં પૂરી પાડવામાં આવી છે. અપીલકર્તાના કષ્ટોએ તેને ઈલાહાબાદથી ખડગપુર પછી બોમ્બે અને દિલ્હી સુધી પહોંચાડ્યો છે. આ ન્યાયનો ઉપહાસ રહેશે કે એક યુવા દલિત વિદ્યાર્થીને ફીની ચૂકવણી ન કરવા પર પ્રવેશથી વંચિત કરી દેવામાં આવ્યો. માટે અમે એ વિચારથી છીએ કે આ અંતરિમ ચરણના બંધારણીય ધારા 142 હેઠળ ફિટ કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp