ગામડામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ગુજરાતના શિક્ષકે અપનાવ્યો આ રસ્તો

PC: youtube.com

છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના છત્રાલી ગામમાં તાલુકાના CRC કોર્ડિનેટર વિશાલ પંડ્યાએ ગામડાના બાળકોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે તેમણે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. વિશાલ પંડ્યા શિક્ષણનું પ્રમાણ જે ગામમાં ઓછું હોય તે ગામડાઓની મુલાકાત લે છે અને ગામમાં લોકોને તેમજ બાળકોને વેકેશનમાં પણ બે કલાક અભ્યાસ કરવા માટે જણાવી રહ્યા છે, જેના કારણે બાળકોનો અભ્યાસ વેકેશનમાં મજબૂત કરી શકાય અને ગામડાઓમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવી શકાય છે.

વિશાલ પંડ્યાનું માનવું છે કે, વેકેશનને મનાવવું ન જોઈએ પરતું વેકેશનની ઉજવણી કરવી જોઈએ. જેના કારણે પાયાનું શિક્ષણ મજબૂત બનાવી શકાય અને આગામી વર્ષોમાં બાળકોનું ધોરણ 10 અને 12નું પરિણામ ઊંચું લાવી શકાય. આજ વિચાર લઇને વિશાલ પંડ્યા ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તે માટે ઢોલ અને શરણાઈ સાથે ગામે ગામ ફરી રહ્યા છે અને ગામના લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી બાળકોને વેકેશનમા પણ બે કલાક ભણવા મોકલવા માટે મનાવી રહ્યા છે. તેઓના આ અભિગમને ગામના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વિશાલ પંડ્યાની આ કામગીરી બાબતે ગામના મહિલા સરપંચે જણાવ્યું હતું કે, તેઓ ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવે છે કે, બાળકોને વેકેશનમાં બે કલાક ભણવા માટે મોકલો અને બાળકોના શિક્ષણ માટે વિશાલ સાહેબે જે નિર્ણય કર્યો છે, તેને હું પણ સરપંચ તરીકે સાથ આપું છું.

ગામ લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોઈ પણ શિક્ષકે પાયાના શિક્ષણ માટે આ પ્રકારના કોઈ પણ પ્રયત્ન કર્યો નથી. આ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે, તેણેને વેકેશનમાં પણ છોકરાઓના શિક્ષણનો પાયો પાકો થાય તેવો અભિગમ છેડ્યો છે.

વિશાલ પંડ્યાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કામગીરીના કારણે બાળકોના શિક્ષણમાં ભવિષ્યમાં સુધાર થશે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે, પાયાનું શિક્ષણ પાકું થાય તો આગળ 9માં 10માં પરિણામ થોડા ઓછા આવે છે, તેને અત્યારે પાયાથી જ દૂર કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp