10 બોર્ડમાં ઉત્તરવહી ચકાસણી વખતે ભૂલ કરનાર 2500માંથી આટલા શિક્ષકોએ દંડ ભર્યો

PC: dnaindia.com

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષા બાદ ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ કરનારા અંદાજે ૨૫૦૦ શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવાનુ નક્કી કરાયુ હતુ. આ ૨૫૦૦ પૈકી અત્યાર સુધીમાં ૨૨૦૦ જેટલા શિક્ષકોને રૂબરૂ બોલાવીને સૂનાવણી પૂર્ણ કરીને દંડની રકમ જમા લેવામાં આવી છે. પરંતુ ૩૦૦ જેટલા શિક્ષકો હજુસુધી બોર્ડ સમક્ષ હાજર ન થતાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

ધો.૧૦ અને ૧૨માં ઉત્તરવહીમાં ખોટા માર્કસ લખનારા વિદ્યાર્થીઓના માર્કસ કાપી લેવાતા હોય છે. પરંતુ હવે જો ઉત્તરવહી ચકાસણીમાં પેરવાહ રહેનારા શિક્ષકો સામે પણ બોર્ડ દ્વારા તવાઇ લાવવામાં આવી રહી છે. જો શિક્ષકો ઉત્તરવહી ચકાસણીમાં ભુલ કરે તો માર્કસદીઠ દંડ કરવાનુ નક્કી કરાયુ છે. આ પ્રમાણે અત્યાર સુધીમાં ધો.૧૨ સાયન્સ અને કોમર્સની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ કરનારા શિક્ષકો સામેની દંડનાત્મક કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે ધો.૧૦ની પરીક્ષામાં જે શિક્ષકોએ ભૂલ કરી હોય તેમને બોલાવવાનુ શરૂ કરાયુ છે. સૂત્રો કહે છે બોર્ડ દ્વારા ધો.૧૦માં એક માર્કસની ભૂલ હોય તો ૧૦૦ રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૨૫૦૦ જેટલા શિક્ષકોએ ૧૦

માર્કસ કરતાં વધારે ભૂલ કરી હોવાનુ બહાર આવ્યુ હતુ. બોર્ડ દ્વારા આ તમામ શિક્ષકોને જુદા જુદા સમક્ષે બોલાવીને દંડા ભરવા ઉપરાંત રૂબરૂ સૂનાવણી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૨૦૦ જેટલા શિક્ષકો બોર્ડ સમક્ષ ઉપસ્થિત થઇને પોતાની ભૂલ સ્વીકારીને દંડની રકમ ભરપાઇ કરી દીધી છે. પરંતુ ૩૦૦ શિક્ષકો એવા છે કે જેઓએ હજુસુધી બોર્ડ સમક્ષ ઉપસ્થિત થ‌વાની તસ્દી પણ લીધી નથી. બોર્ડ દ્વારા વારંવાર સૂચના અને તાકીદ કરવા છતાં આ શિક્ષકો એક યા બીજા કારણોસર હાજર રહેતા નથી. જેના કારણે હવે બોર્ડ દ્વારા આ તમામ શિક્ષકો સામે નોટિસ કાઢ‌વામાં આવી નથી. નિયમ પ્રમાણે શિક્ષકોને નહી પરંતુ આ શિક્ષક જે સ્કૂલમાં ફરજ બજાવતાં હોય તેના આચાર્યને નોટિસ ફટકારવાનુ નક્કી કરાયુ છે. આગામી દિવસોમાં આ નોટિસ આપ્યા પછી પણ જે તે સ્કૂલ દ્વારા પોતાના શિક્ષકોને હાજર કરવામાં ન આવે તો આગળની કાર્યવાહી કરવાનુ પણ બોર્ડ દ્વારા નક્કી કરાયુ છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp