PM મોદીના આર્થિક વિકાસના પગલાને લઇ મુકેશ અંબાણીએ આપ્યું મોટું નિવેદન

PC: Zeebusiness.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ શનિવારે ગાંધીનગરના એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે પ્રધાન મંત્રીના નેતૃત્વમાં શરૂ થયેલા હિંમત ભર્યા પગલાં આવનારા વર્ષોમાં ભારતની  આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરશે. પંડિત દિનદયાળ પેટ્રોલિયમ વિશ્વવિધ્યાલયના દિક્ષાંત સમારોહને વર્ચુઅલી સંબોધિત કરતા અંબાણીએ કહ્યું હતું કે પીએમ મોદીની દ્રઢ અને પ્રભાવશાળી નેતાગીરીને કારણે આખી દુનિયાએ  ભારતને એક નવા ઉદભવના રૂપમાં જોવાની દ્રષ્ટિ આપી છે. તેમના આત્મવિશ્વાસને કારણે આખો દેશ આગળ વધવા માટે પ્રેરિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીડીપીયુના દિક્ષાંત સમારોહમાં વર્ચુઅલ સંબોધન કર્યું હતું.

 ગાંધીનગરમાં આવેલી પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીમાં શનિવારે આઠમા દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ચુઅલી સંબોધન કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલા સાહસિક સુધારા આવનારા વર્ષોમાં  ભારત ન માત્ર ઝડપથી આર્થિક ભરપાઇ કરશે બલ્કે તેજ આર્થિક પ્રગતિનો માર્ગ પણ મોકળો કરશે.

પીએમ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વાતને યાદ કરીને મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર દ્રષ્ટિની જ એક પ્રોડકટ છે. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિઝન બતાવ્યું હતું.  અંબાણીએ કહ્યું કે પીડીપીયુ માત્ર 14 વર્ષ જૂની છે, પણ આમ છતા  ઇન્સ્ટિયૂશનમાં ટોપ -25માં પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટી સ્થાન ધરાવે છે.

દેશની ઉર્જા જરૂરિયાતો પર રિલાયન્સના અધ્યક્ષે કહ્યું કે ઉર્જાનું  ભવિષ્ય અભૂતપૂર્વ બદલાવો સાથે આકાર લઇ રહ્યું છે અને આ પરિવર્તન માનવતાના ભવિષ્યને પ્રભાવિત કરી રહ્યું છે. ખરેખર તો એ આપણા ગ્રહોને પ્રભાવિત કરી રહ્યું છે. અંબાણીએ કહ્યું કે આપણી સામે સૌથી મોટો સવાલ એ છે કે શું  આપણે પર્યાવરણને નુકશાન પહોંચાડયા વગર આપણી અર્થવ્યવસ્થાને સાચવીને ઉર્જાની વધતી માત્રાનું ઉત્પાદન કરી શકીએ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીડીપીયુના આઠમા દિક્ષાંત સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાને 45 મેગાવોટ સોલાર ફોટો વોલ્ટેઇક પેનલ પ્રોડક્શન પ્લાન્ટ અને સેન્ટર ઓફ એકસલન્સ ઓન વોટર ટેકનોલોજીનો શિલાન્યાસ કર્યો. વડા પ્રધાને યુનિવર્સિટીમાં એક સ્પોર્ટસ સંકુલનું ઉદઘાટન પણ કર્યું હતું

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp