કેનેડાની સરકારે ઓપન વર્ક પરમીટમાં બદલાવ કર્યો, શું ભારતીયોને ફાયદો થશે?

જસ્ટીન ટુડોએ કેનેડાના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી કેનેડાની સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેને કારણે ભારતીય સ્ટુડટન્સ અને કામ કરનારા લોકોને ફાયદો થશે. કેનેડાની સરકારે ઓપન વર્ક પરમીટના નિયમોમાં બદલાવ કર્યો છે જેનો 21 જાન્યુઆરી 2025થી અમલ થશે.
આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના જીવનસાથી માટે કેનેડાએ ઓપન વર્ક પરમીટમાં બદલાવ કર્યો છે.
ઓપન વર્ક પરમીટમાં કરાયેલા સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વખતે અથવા કામ કરતી વખતે પોતાના જીવનાસાથીને કામ કરવા માટે કેનેડા લાવી શકશે.
નવી ઓપન વર્ક પરમીટ માસ્ટર પ્રોગામ્સ, પી.એચ.ડી પ્રોગામ અથવા પ્રોફેશનલ કાર્યક્રમો માટે રજિસ્ટર્ડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવન સાથી સુધી મર્યાદીત છે. ફેમીલી ઓપન વર્ક પરમીટ પણ વિદેશી કર્મચારીના જીવન સાથી સુધી મર્યાદિત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp