26th January selfie contest
BazarBit

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10ની પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર

PC: youtube.com

ધોરણ 10ના વિદ્યાર્થીઓ OMR પધ્ધતિ અનુસાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર હવે બોર્ડના વિદ્યાર્થીઓ OMR પધ્ધતિથી પરીક્ષા આપી શકશે નહીં. OMR પધ્ધતિ રદ કરવાનું મુખ્ય કારણએ જાણવા મળ્યું છે કે, વર્ષ 2018માં ચોરીના વધારે કેસ પ્રકાશમાં આવ્યા હતા. ઘણા કીસ્સાઓ બન્યા છે કે, OMRની 50 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીએ 50માંથી 45 ગુણ મેળવ્યા હોય અને લેખિત 50 ગુણની પરીક્ષામાંથી 5 ગુણ પણ ન મેળવી શકે. વર્ષ 2018માં 450 સમૂહ ચોરીના કેસ પ્રકાશમાં આવ્યા હતા, 2017માં 650 સમૂહ ચોરીના કેસ અને વર્ષ 2016માં 553 ચોરીના કેસની ફરિયાદો મળી હતી.

આ વાતને લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગ સમક્ષ એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે, SSC અને HSCની પરીક્ષાઓમાં NCERTનો અભ્યાસ ક્રમ લાગુ કરવામાં આવે અને OMR પધ્ધતિ નાબુદ કરવામાં આવે છે. જેના કારણે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં OMR પધ્ધતિ નાબુદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં ફેરફાર કર્યા પછી વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેના કારણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડ દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો હતો પરંતુ ધોરણ 10ની પરીક્ષાની માર્ગદશિકા ફેર બદલ કરવામાં આવેલા નિયમો અનુસાર બહાર પાડવામાં આવી છે.

આ માર્ગદર્શિકામાં OMR પદ્ધતિ નાબુદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને હવે નવી પરીક્ષા અનુસાર 80 ગુણના પ્રશ્ન લખવાના રહેશે અને 20 ગુણ સ્થાનિક કક્ષાએથી આપવામાં આવશે. આ 20 ગુણમાં પાંચ અલગ-અલગ વિભાગ પણ પાડવામાં આવ્યા છે. જો કે, બોર્ડ દ્વારા રીપીટ થયેલા વિદ્યાર્થીઓને જૂના કોર્સ અનુસાર પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેમને પણ 80 ગુણની જ પરીક્ષા આપવાની રહેશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp