આ તારીખે RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરાશે

PC: slidesharecdn.com

RTE ACT-2009 અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ-1માં પ્રવેશ આપવા શૈક્ષણિક વર્ષ 2019-20ના RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે ખાલી જ્ગ્યા ધરાવતી શાળાઓની પુન:પસંદગી કરવાની તક અપાઇ છે. તા.06/05/19ના રોજ જાહેર થયેલી RTE પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2019-20ના પ્રથમ રાઉન્ડમાં આશરે 99,479 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

આ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળેલ હોય માત્ર તેવા જ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પસંદગી કરવાની તક અપાઇ છે. જે વિદ્યાર્થીઓ RTE ACT હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન:પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા.12/06/2019, બુધવારથી તા.15/06/2019, શનિવાર સુધીમાં RTEના વેબપોર્ટલ પર  http://rte.orpgujarat.com પર જઇ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુન:પસંદગી કરવાની રહેશે.

શાળાઓની પુન:પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબ શાળાઓ પસંદ કરી સબમીટ કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી. જેની ખાસ નોંધ લેવી. શાળાઓની પુન:પસંદગી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલ નજીકના રિસિવિંગ સેન્ટર પર સંપર્ક કરવાનો રહેશે. તા. 18/06/2019, મંગળવારના રોજ RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે, તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની યાદીમાં જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp