UPSCના તમામ ટોપર્સમાં એક વાત હતી કોમન, જેને કારણે પરીક્ષામાં મારી બાજી

PC: patrika.com

જો તમે આ વર્ષે UPSC સિવિલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો, તો તમારે UPSC 2018ના ટોપર્સની વાત ધ્યાનમાં રાખવી જોઈએ, જેને ફોલો કરીને તેઓ પરીક્ષામાં પહેલું-બીજું સ્થાન મેળવી શક્યા. તમે પણ જાણી લો ટોપર્સનો સક્સેસ મંત્ર...

એ વાત એકદમ સાચી છે કે, UPSCની પરીક્ષા દેશની મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક છે. એવામાં આ પરીક્ષાની તૈયારી ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી જોઈએ. જણાવી દઈએ કે, UPSC સિવિલ સેવા પરીક્ષાના મોટાભાગના ટોપર્સમાં એક વાત સમાન હતી. જેને ફોલો કરીને તમામ પરીક્ષાર્થીઓ સારું સ્થાન મેળવી શક્યા અને એ વાત હતી સોશિયલ મીડિયાથી દૂરી બનાવી રાખવી. વાંચવા કે તૈયાર કરવા દરમાયન કોઈપણરીતે ધ્યાન ભટકે નહીં તે માટે UPSCના આ ટોપર્સોએ સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. તેમાંથી ઘણા લોકોએ તો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ડિલિટ કરી દીધા હતા.

આ અંગે UPSC ટોપર કનિષ્ક કટારિયાએ કહ્યું હતું કે, મેં તૈયારી કરવા દરમિયાન સોશિયલ મીડિયાના ઉપયોગને સમયની બરબાદી માન્યો. આથી મેં પોતાના Facebook અને Twitter અકાઉન્ટ ડિલિટ કરી દીધા હતા. હું Instagram પર છું, પરંતુ તે પણ ક્યારેક-ક્યારેક જ ચેક કરું છું. હું માત્ર મારા નજીકના લોકો સાથે જ Instagram પર જોડાયેલો છું.

UPSC પરીક્ષામાં ચોથું સ્થાન મેળવનારો શ્રેયાંશ કુમત પણ રાજસ્થાનની જ છે. તેણે પણ UPSCની તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી દૂરી બનાવી હતી. તેમજ પાંચમો નંબર મેળવનારી સૃષ્ટિ જયંત દેશમુખ અને બિલાસપુરથી 13મો રેન્જ મેળવનાર વરનીત નેગીએ પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલિટ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp