ઐશ્વર્યા મારી માતા છે, 32 વર્ષના વ્યક્તિએ કર્યો ચોંકાવનારો દાવો

PC: toiimg.com

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. આ વખતે તે કોઈ પણ ફિલ્મને કારણે નહીં પરંતુ વિચિત્ર કારણોસર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે 32 વર્ષીય સંગીત કુમાર નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે ઐશ્વર્યા તેની માતા છે. 2018નો એક વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેંગ્લુરૂનો એક માણસ આવો દાવો કરી રહ્યો છે. તે કહે છે કે તેનો જન્મ 1988માં IVF ટેકનોલોજી દ્વારા લંડનમાં થયો હતો.

અહેવાલો અનુસાર, એક ઇન્ટરવ્યૂમાં સંગીતે કહ્યું હતું કે, ઐશ્વર્યાના માતા-પિતા બ્રિન્દા રાય અને દિવંગત કૃષ્ણરાજ રાયે બે વર્ષ તેમની દેખરેખ રાખી હતી. આ પછી તેના પિતા વાદિવલુ રેડ્ડી તેમને વિશાખાપટ્ટનમમાં લઈ ગયા. સંગીતનો આરોપ છે કે તેના સંબંધીઓએ તેના જન્મ રેકોર્ડ્સને નષ્ટ કરી દીધા હતા. તેણે 'માતા' ઐશ્વર્યા સાથે મુંબઈ શિફ્ટ થવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

1988માં ઐશ્વર્યા 15 વર્ષની હતી. આ સમાચાર બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. હમણાં સુધી, ઐશ્વર્યાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા હવે મણિરત્નમની તમિલ ફિલ્મ 'પોન્નીયિન સેલ્વન'માં જોવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર થોડા દિવસો પહેલા રીલિઝ થયું હતું, ત્યારબાદ ચાહકો આતુરતાથી તેમની પ્રિય અભિનેત્રીની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp