એ.આર.રહેમાનની દીકરી ખતિજાએ પતિ સાથે શેર કરી ખાસ તસવીર

PC: instagram.com

એ.આર. રહમાન તેના ગીતો માટે હંમેશાં ચર્ચામાં રહે છે, પરંતુ આજકાલ તેઓ તેમની દીકરી ખતીજાને કારણે ચર્ચામાં છે. ખતીજાએ હાલમાં જ લગ્ન કરી લીધા છે અને તેણે તેના પતિ સાથેનો એક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો તેના લગ્નનો છે અને એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. ફોટોમાં ખતીજા તેના પતિ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by 786 Khatija Rahman (@khatija.rahman)

ખતીજા તેના પતિ રિયાસદીન રિયાન સાથે પોઝ આપી રહી છે. ખતીજાએ ક્રીમ હિજાબ પહેર્યો છે અને પતિ રિયાસદીન તેની સાથે ટ્યુનિંગ કરતો જોવા મળ્યો હતો. આ ફોટો શેર કરતાની સાથે જ એ વાઇરલ થઈ ગયો છે. એક યુઝરે કમેન્ટ પણ કરી હતી કે માશાઅલ્લાહ.

 
 
 
View this post on Instagram

A post shared by 786 Khatija Rahman (@khatija.rahman)

ખતીજાએ આ પહેલાં તેના રિસેપ્શનની ફોટો પણ શેર કર્યો હતો. એ ફોટોમાં તેણે મરૂન અને લાઇટ ક્રિમ હિજાબ પહેર્યો હતો. તેનો પતિ રિયાસદીન બ્લૂ આઉટફિટમાં જોવા મળ્યો હતો. રિયાસદીન એક ઓડિયો એન્જિનિયર છે. તેમણે હાલમાં જ લગ્ન કર્યાં હતા.

 
 
 
View this post on Instagram

A post shared by ARR (@arrahman)

બોલિવુડની જેમ એ.આર. રહમાનની દીકરીએ ધામધૂમથી લગ્ન કર્યાં નહોતા. તેણે ખૂબ જ સિક્રેટલી લગ્ન કર્યાં હતા અને જ્યાં સુધી તેમના લગ્નની વાત સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં ન આવી ત્યાં સુધી કોઈને એ વાતની ખબર સુદ્ધાં નહોતી પડી. હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ સાદાઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આલિયાએ તો મેકઅપનો લપેટો પણ નહોતો માર્યો. તેમણે અન્ય સેલેબ્સની જેમ રિસેપ્શન પણ નહોતું રાખ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp