પહેલા દિવસે 52 કરોડની કમાણી બાદ જાણો ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ની બીજા દિવસની કમાણી

PC: youtube.com

દિવાળી પર રીલિઝ થયેલી અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને અત્યારસુધીની સૌથી મોટી ઓપનિંગ મળી છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’એ રીલિઝ સાથે જ બોક્સ ઓફિસ પર 52 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી છે. જોકે, બીજા દિવસે ફિલ્મ અડધાથી થોડું વધારે કમાણી કરી શકી હતી. ફિલ્મની કમાણીમાં આશરે 50 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો. ખરાબ ક્રિટિક્સ અને ઓડિયન્સ રિવ્યૂની ફિલ્મના કલેક્શન પર અસર જોવા મળી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના આંકડાઓ અનુસાર, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ બીજા દિવસે માત્ર 28 કરોડ રૂપિયાનું જ કલેક્શન કરી શકી હતી.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ જે ગતિએ બોક્સ ઓફિસ પર દોડી રહી છે, તેના પરથી અંદાજો લગાવી શકાય કે, ફિલ્મ ત્રણ દિવસમાં જ 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લેશે. ગુરુવાર અને શુક્રવાર મળીને ફિલ્મે 78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મ આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. જોકે, ફિલ્મને લઈને સારા રિવ્યૂ નથી આવ્યા. તેમ છતા ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ બોલિવુડની અત્યારસુધીની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના રિવ્યૂમાં ફિલ્મને નબળી જણાવવામાં આવી છે અને સ્ટોરી પણ દમદાર નથી. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને ચાર દિવસનું વીકેન્ડ મળ્યુ છે. એવામાં ફિલ્મની કમાણી વધવાની આશા રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp