Instagram પર આવતાની સાથે જ આમીરના બન્યા આટલા ફોલોઅર્સ

PC: pinkvilla.com

બોલિવુડના અભિનેતા આમીર ખાન આજે પોતાનો 53મો જન્મ દિવસ મનાવી રહ્યો છે, ત્યારે તેણે પોતાના ફેનને સોશિયલ નેટવર્કીંગ સાઈટ Instagram પર એન્ટ્રી કરી જન્મદિવસની ગીફ્ટ આપી છે. આમીર એવા સેલિબ્રિટીમાં સામેલ છે, જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે, પરંતુ તેનો વપરાશ ઘણો ઓછો કરે છે. પહેલા Facebook પછી Twitter અને હવે Instagram પર આમીરે એન્ટ્રી કરી છે.

જન્મ દિવસના એક દિવસ પહેલા જ આમીરે Instagram પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું હતું અને ગણતીરીના કલાકોમાં જ તેના ફોલોર્સની સંખ્યા 2 લાખ 36 હજારની થઈ ગઈ છે. હજુ સુધી આમીરે પોતાનો કોઈ ફોટો પણ શેર અથવા અપલોડ કર્યો નથી છત્તાં તેના ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે.

પોતાના વેરીફાઈડ Instagram પેજ પર આમીરે માત્ર પોતાનો પ્રોફાઈલ ફોટો અપલોડ કર્યો છે, જે તેની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ના લુક માટેનો છે. આમિર ખાનને Twitter પર 23 લાખ જ્યારે Facebook પર 12 લાખ યુઝર્સ ફોલો કરે છે. મળેલા સુત્રો પ્રમાણે તુર્કી, તાઈવાન અને રશિયાના ફેન્સ સાથે જોડાવા માટે આમીરે Instagram પર એન્ટ્રી કરી છે.

જેવો જ આમીર ખાને Instagram પર આવવાની વાતો સામે આવી તેવું તરત જ #AamirkhanOnInstagram ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. ટ્રેડ એનાલીસ્ટ રમેશ બાલાએ ટ્વિટર પર આમિર ખાનના Instagram પર એન્ટ્રી કરવાની જાણકારી આપી હતી.

હાલમાં આમીર 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ના શૂટીંગમાં વ્યસ્ત છે. યશ રાજ બેનર હેઠળની આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા શૈખ જોવા મળશે. દિવાળી દરમિયાન આ ફિલ્મ રીલિઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp