‘લાલ સિંહ ચઢ્ઢા’ની રીલિઝ પહેલા આમીર ખાન ગભરાયો, 14 વર્ષની મહેનત બતાવી

PC: hindupost.in

આમીર ખાન હાલના દિવસોમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઇને ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઇ રહી છે. પણ ફિલ્મની રીલિઝ પહેલા આમીર ખાન એક્સાઇટેડ હોવાની સાથે સાથે ગભરાયેલો પણ છે. તેની પાછળ કારણ એ છે કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડ સ્ટાર ટોમ હેન્ક્સની ફિલ્મ ફોરેસ્ટ ગંપની ઇન્ડિયન રીમેક છે. આ ફિલ્મને અદ્વૈત ચંદને ડાયરેક્ટ કરી છે.

આમીર ખાન પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું પ્રમોશન જોર શોરથી કરી રહ્યો છે. ટીવીથી લઇને ઓટીટી પ્લેટફોર્મ્સ પર આમીરે પોતાની આ ફિલ્મનું પ્રમોશન કરવામાં કોઇ કમી રાખી નથી. તે ઘણી વખત કહી ચૂક્યો છે કે, આ ફિલ્મ તેના માટે કેટલી મહત્વની છે.

એક્ટરે હાલમાં જ કહ્યું કે, આ ફિલ્મ તેના માટે જરૂરી શા માટે છે. તેણે કહ્યું કે, પ્રેમ અને દૃઢતા તથા શ્રમથી તેણે પોતાની ફિલ્મના અધિકાર પ્રાપ્ત કર્યા છે અને દર્શકોની સામે તેને પ્રસ્તુત કરવા સુધીની યાત્રાની પણ વાત છે. આમીર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ખરેખરમાં તેના વિશ્વાસનો પ્રતિક છે. વાર્તામાં તેણે જે વિશ્વાસ અને સમર્પણ બતાવ્યું છે, તેનાથી તેને એક સીધા વ્યક્તિની વાર્તાને દર્શકોની સામે લાવવામાં 14 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે.

ફિલ્મ પ્રતિ પોતાની ભાવનાઓ અને લગાવને તે વ્યક્ત કરતા કહે છે કે, આ ફિલ્મમાં ઘણો સમય લાગ્યો છે. કુલ મળીને 14 વર્ષ લાગ્યા છે, પણ તેના રાઇટ્સ હાંસલ કરવામાં જ લગભગ 8થી 9 વર્ષ લાગ્યા છે. તેથી તે ઉત્સાહિત છે અને ગભરાયેલો છે. તેને ખબર છે કે તેણે એક સારી ફિલ્મ બનાવી છે, તેથી તેનો ડર વધી રહ્યો છે કે, લોકોને આ ફિલ્મ પસંદ આવશે કે નહીં.

આમીરે કેટલાક સ્થાનો પર ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પણ કરી છે, ફિલ્મે ભારતને એક મેજિકલ સિનેમેટિક વંડર બનાવતા સારા રસ્તા અપનાવ્યા છે. તે સિવાય, ફિલ્મ 18થી 50 વર્ષની ઉંમરમાં લાલના રોલની એક સુંદર યાત્રા પણ સાથે લાવે છે. આમીર ખાન પ્રોડક્શન, કિરણ રાવ ને વાયાકોમ 18 સ્ટૂડિયોઝ દ્વારા નિર્મિત ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કરિના કપૂર, મોના સિંહ અને ચૈતન્ય અક્કિનેની પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp