વિદેશ જતી જેકલીન ફર્નાન્ડીઝને અટકાયત થઈ પછી છોડી દીધી, હવે તેણે...

PC: ndtv.com

જેકલીન ફર્નાન્ડીઝને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતા રોકવામાં આવી. એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)ના લુક આઉટ સર્ક્યુલર (LOC)ના કારણે એરપોર્ટ સ્ટાફે જેકલીન ફર્નાન્ડીઝને વિદેશ જતા પહેલા જ રોકી લીધી. સુરક્ષા એજન્સીના સંદર્ભે એવા સમાચાર મળી રહ્યા છે કે આ વાતની જાણકારી EDને આપવામાં આવી ત્યારબાદ EDની ટીમે જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી અને પછી કસ્ટડીમાં લઈ લીધી હતી. જોકે ત્યારબાદ જેકલીનને છોડી દેવામાં આવી અને તેને એરપોર્ટથી બહાર જવાની મંજૂરી આપી દીધી. જેકલીનને સૂચિત કરવામાં આવી છે કે તેણે દિલ્હીમાં ED સમક્ષ પૂછપરછ માટે રજૂ થવાનું છે. ED જલદી જ નવું સમન્સ જાહેર કરશે. મની લોન્ડ્રિંગના કેસમાં બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝનું નામ સામેલ છે.

આ કેસમાં EDની ટીમ તેને પૂછપરછ પણ કરી ચૂકી છે. હાલમાં જ જેકલીન ફર્નાન્ડીઝે ED સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ વસૂલી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નિવેદન પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ દાખલ કરવામાં આવ્યું હતું. જેકલીન આ કેસમાં એક સાક્ષી છે. એજન્સી આ વાતની તપાસ કરી રહી છે કે સ્કેમર સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચે કોઈ નાણાકીય લેવડ-દેવડ તો નથી થઈ ને.

આ દરમિયાન EDએ જેકલીન ફર્નાન્ડીઝ માટે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. એ મુજબ તે મુંબઈ છોડીને જઈ શકતી નહોતી. એવામાં જ્યારે તે રવિવારે મુંબઈથી વિદેશ જઈ રહી હતી તો એરપોર્ટ સ્ટાફે તેને રોકી દીધી. જેકલીન ફર્નાન્ડીઝ 10 ડિસેમ્બરે રિયાદમાં થનારા દ-બંગ કોન્સર્ટમાં ભાગ લેનારી ટીમનો હિસ્સો છે. બની શકે કે આ જ કોન્સર્ટના સિલસિલામાં દેશથી બહાર જવાની તૈયારીમાં હશે. દિલ્હીની રોહિણી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર પર એક બિઝનેસમેનની પત્ની પાસે એક વર્ષની અંદર 200 કરોડની રંગદારી વસુલવાનો આરોપ છે.

તેની વિરુદ્ધ બળજબરીપૂર્વક વસૂલીના 20થી વધારે કેસ દાખલ છે અને તેણે જેલની અંદરથી જ એક રેકેટ સંચાલિત કર્યું છે. EDએ સુકેશ ચંદ્રશેખર તેની પત્ની લીના મારિયા પોલ અને 6 અન્ય વિરુદ્ધ 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં 7000 પાનાંનો આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તેણે જેકલીનને 52 લાખ રૂપિયાનો એક ઘોડો અને 4 ફારસી બિલાડીઓ ભેટમાં આપી હતી. એક બિલાડીની કિંમત 9 લાખ રૂપિયા છે.

એ સિવાય હીરા જડિત ઘરેણાનો સેટ, ક્રોકરી અને અન્ય ગિફ્ટ પણ જેકલીનને આપવામાં આવ્યા છે. મૂળ રૂપે શ્રીલંકાની રહેવાસી જેકલીન ફર્નાન્ડીઝને બોલિવુડ સ્ટાર સલમાન ખાનની નજીકની માનવામાં આવે છે. જેકલીનના પિતા શ્રીલંકાનો રહેવાસી છે જ્યારે માતા મલેશિયાની છે. જેકલીન ફર્નાન્ડીઝના પિતા મ્યુઝિશિયન છે અને માતા એર હૉસ્ટેસ તરીકે કામ કારતી હતી. 4 ભાઈ-બહેનોમાં જેકલીન સૌથી નાની છે. જેકલીનથી મોટી એક બહેન અને 2 ભાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp