મની લોન્ડ્રિંગ કેસમાં સેલિબ્રિટિઝ પર સકંજો, જેકલીન બાદ નોરાની ED દ્વારા પૂછપરછ

PC: google.com

સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રિંગ કેસમાં હવે બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ ફસાતી દેખાઈ રહી છે. એક્ટ્રેસ જેકલિન બાદ હવે નોરા ફતેહીની પણ ED પૂછપરછ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ EDની ઓફિસે પહોંચી ચૂકી છે અને થોડા સમયમાં તેની સાથે પૂછપરછ કરવામાં આવશે. એવા સમાચાર મળી રહ્યા છે કે ચંદ્રશેખર કેસમાં જેકલિન સિવાય નોરા ફતેહીનું પણ કનેક્શન સામે આવી રહ્યું છે. ED આ સિલસિલામાં તેની પૂછપરછ કરવા માગે છે. આ પહેલા જેકલિનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

કહેવામાં આવ્યું છે કે સુકેશ દ્વારા જેકલિનને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કારણે એક્ટ્રેસને પણ સુકેશને લઈને સવાલ કરવામાં આવી રહ્યા છે. આમ તો નોરા ફતેહીની પૂછપરછ થઈ જ રહી છે એ સિવાય જેકલિનને પણ ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા છે. તેને આવતી કાલે પૂછપરછમાં સામેલ થવા માટે MTNL સ્થિત EDની ઓફિસ પર બોલાવવામાં આવી છે. નોરા અને જેકલિનના બંનેની PMLA એક્ટ હેઠળ પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીનો એ જાણવાનો પ્રયત્ન છે કે નોરા ફતેહી અને જેકલિન તરફથી સુકેશ સાથે કોઈ રીતેની લેવડ-દેવડ થઈ હતી કે નહીં.

આ કેસની વાત કરીએ તો તે 200 કરોડની એક રંગદારીથી શરૂઆત થઈ હતી જે જેલમાં બેઠા સુકેશ ચંદ્રશેખરે એક બિઝનેસમેનની પત્ની પાસે વસૂલી હતી. ત્યારબાદ આ કેસમાં સુકેશની પત્ની લિના પોલનો પણ તેમાં હાથ સામે આવ્યો હતો અને તેની સાથે પણ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે પોલ કથિત રીતે ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર મોહન સિંહની પત્ની અદિતી સિંહ સાથે છેતરપિંડી કરવામાં ચંદ્રશેખરની મદદ કરી હતી.

ત્યારબાદ એ જ મની લોન્ડ્રિંગના તાર બોલિવુડની સેલિબ્રિટીઓ સાથે જોડાવા લાગ્યા. આ લિસ્ટમાં સૌથી પહેલા જેકલિનનું નામ સામે આવ્યું. જેને લઈને કહેવામાં આવ્યું કે પોતે સુકેશ ચંદ્રશેખરના જાળમાં ફસાઈ ગઈ હતી. એવા સમાચાર હતા કે સુકેશ દ્વારા પોતાની ઓળખ બદલીને જેકલિનને ફોન કરવામાં આવતો હતો. હવે આ જ અનુસંધાને તપાસને આગળ વધારતા નોરા ફતેહીની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોરા આ કેસમાં કઈ રીતે જોડાઈ છે એ હજુ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું. એવામાં માત્ર અટકળોનો દોર છે પરંતુ નોરાની પૂછપરછ કરવાનું કારણ સ્પષ્ટ થઈ રહ્યું નથી. અત્યાર સુધી આ કેસમાં સુકેશ અને તેની પત્ની સિવાય 4 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ બધા વસૂલી રેકેટમાં સક્રિય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp