22 વર્ષ પહેલા કરિશ્મા-સનીએ ખેંચી હતી ટ્રેનની ચેઇન, આજે આવ્યો ફેંસલો

PC: morungexpress.com

જયપુરની એક કોર્ટે બોલિવુડ સ્ટાર સની દેઓલ અને કરિશ્મા કપૂરને મોટી રાહત આપી છે. બંને કલાકારોને 22 વર્ષ, જૂના રેલવેના ચેલ પુલિંગ કેસમાં નિર્દોષ જાહેર કરી દીધા છે. 1997માં અજમેર રેલવે ડિવિઝનમાં એક ફિલ્મની શુટીંગ દરમ્યાનનો આ મામલો છે. બંને કલાકારો વિરુદ્ધ ચેઇન પુલિંગનો મામલો નોંધવામાં આવ્યો હતો. રેલવે અદાલતે 17 સપ્ટેમ્બરે રેલવે અધિનિયમની ધારા 141, 145, 146 અને 147 હેઠળ બંનેને દોષી ગણાવ્યા હતાં.

ન્યાયાધીશ પવન કુમારે કહ્યું કે, રેલવે અદાલતે બંનેને પર એ ધારાઓ હેઠળ દોષી જાહેર કરેલા, જેને 2010માં સત્ર ન્યાયાલય દ્વારા નિરસ્ત કરી દેવામાં આવી હતી અને બંને વિરુદ્ધ પર્યાપ્ત પુરાવાનો અભાવ પણ છે. નરેના રેલવે સ્ટેશન પર અજમેન રેલવે ડિવીઝનમાં ચેઇન પુલીંગની ઘટના સામે આવી હતી. જેને કૈરણે 2413-એ એક્સપ્રેસ 25 મિનિટ મોડી પહોંચી હતી. સની દેઓલ અને કરિશ્મા કપૂરે સત્ર ન્યાયાલયમાં આ મામલા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp