અદા શર્માની આ અદા જોઈને તમે પણ થઈ જશો ફીદા

PC: instagram.com/Adah Sharma

બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં ધમાલ મચાવી ચુકેલી એક્ટ્રેસ અદા શર્મા આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. બોલિવુડમાં '1920' અને 'કમાન્ડો-2' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અદા હવે પોતાના ડાન્સનો જલવો સોશિયલ મીડિયા પર બીખેરી રહેલી જોવા મળી રહી છે.

થોડા સમય પહેલા તેણે તેની નાની સાથેના ડાન્સ મૂવનો વીડિયો શેર કર્યો હતો. આ વખતે અદાએ સિંગર તથા રેપર બાદશાહના ગીત પર નવા અંદાઝમાં ડાન્સ કરી રહેલી જોવા મળે છે. બાદશાહના 'કરેજા કરેજા...' ગીત પર અદાએ હોટ સ્ટાઈલમાં કેટલાંક સ્ટેપ્સ બતાવ્યા છે. તેના આ ડાન્સને ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઈ કે થોડા દિવસો પહેલા અદા તેની દાદી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. જેને થોડા કલાકોની અંદર 6 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. અદાએ 2008માં આવેલી ફિલ્મ '1920'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. અદાએ 'હમ હૈ રાહી કાર કે' અને 'હંસી તો ફંસી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તે 'કમાન્ડો-2'માં જોવા મળી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp