આદિત્ય પંચોલીની ફરિયાદ પર ફસાઈ કંગના, કાન્સમાંથી પાછા ફરતા જ પોલીસ કરશે પૂછપરછ

PC: t2online.com

કંગના રણૌત અને આધિત્ય પંચોલીની વચ્ચેનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. આ વખતે કંગનાના વકીલને આદિત્ય પંચાલી પર બળાત્કારની ખોટી ફરિયાદમાં ફસાવવાની ધમકી આપી હતી. જેનો વીડિયો આદિત્ય પંચોલીએ શેર કર્યો છે. હવે પોલીસ કંગના રણૌતની પૂછપરછ કરશે, તેને માટે કંગનાના કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછા આવવાની રાહ જોવાઈ રહી છે.

જ્યારે કંગના રણૌત ફ્રાન્સથી પાછી આવશે, ત્યારબાદ મુંબઈ પોલીસ તેનું નિવેદન લેશે. જણાવી દઈએ કે, આદિત્ય પંચોલીએ 2017માં કંગના રણૌત વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આદિત્યએ આરોપ લગાવ્યો હતો કે, કંગનાના વકીલે તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. જેનો તેની પાસે વીડિયો છે. આ વીડિયો આદિત્ય પંચોલી પોલીસ પાસે જમા કરાવી ચુક્યો છે.

આ અંગે આદિત્યએ કહ્યું હતું કે, કંગના રણૌતે એક ઈન્ટરવ્યૂમાં મારા અને મારા પરિવાર વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા, ત્યારબાદ મેં અને મારી પત્નીએ સપ્ટેમ્બર, 2017માં કંગના અને રંગોલી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર, 2019માં આદિત્યની પાસે કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીનો ફોન આવ્યો હતો અને તેણે આદિત્ય પંચોલીને મળવા માટે કહ્યું હતું. આદિત્યએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી- 2019માં રિઝવાન મારા ઘરે આવ્યા. તેમણે મારી અને મારી પત્ની સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં અમને ધમકી પણ આપી. કહ્યું- જો તમે કાયદાનો સહારો લેશો તો અમે તમારા વિરુદ્ધ બળાત્કારનો કેસ કરીશું.

આદિત્ય પંચોલી દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં કંગના રણૌતના વકીલ આદિત્ય પંચોલી અને તેમની પત્નીને ધમકાવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp