
મલ્લિકા શેરાવતે હાલમાં જ સોશિયલ મીડીયા પર બિકીનીમાં ફોટા શેર કર્યા છે. જે બાદ અભિનેત્રી તેની બિકીનીના રંગને કારણે ટ્રોલ થવા લાગી હતી. આ તસવીરોમાં અભિનેત્રીએ કેસરી રંગની બિકીની પહેરી છે.
46 વર્ષની મલ્લિકા શેરાવત ભલે હવે ઓછી ફિલ્મો કરે છે, પરંતુ ચાહકોના એક્સાઈટમેન્ટ જાળવી રાખવા માટે અવારનવાર એવા ફોટા શેર કરે છે કે તે સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. પરંતુ કેટલીકવાર તેના રિવીલિંગ ડ્રેસ તેના માટે સમસ્યા બની જાય છે. આવું જ કંઈક આ વખતે પણ બન્યું હતું, જ્યારે મલ્લિકા શેરાવત બિકીની પહેરીને પૂલમાં ચિલ કરતી જોવા મળી હતી. ફોટામાં અભિનેત્રી કેસરી રંગની બિકીનીમાં જોવા મળી હતી. આ પછી અભિનેત્રી ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ અને દીપિકા પાદુકોણની કેસરી બિકીની બાદ હવે મલ્લિકા શેરાવતને તેની બિકીનીના રંગને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે.
મલ્લિકા શેરાવત આ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રી આ તસવીરોમાં પૂલની અંદર છે અને ખૂબ જ આનંદ કરતી જોવા મળે છે. આ ફોટોઝમાં મલ્લિકા એક કરતા વધારે કિલર પોઝ આપી રહી છે અને ફેન્સના ધબકારા વધારતી જોવા મળી હતી.
મલ્લિકા શેરાવતની આ તસવીરો જોતા જ વાયરલ થઈ ગઈ હતી અને અભિનેત્રીને તેની બિકીનીના રંગને કારણે ટ્રોલ કરવામાં આવી રહી હતી. એક યુઝરે લખ્યું- હવે અંધ ભક્તો બુઆજીનો બોયકોટ નહીં કરે કારણ કે તેણે પણ કેસરી રંગની બિકીની પહેરી છે. તો અન્ય યુઝરે લખ્યું- મેડમ, બીજો કોઈ રંગ નથી કે શું..બોયકોટ.
મલ્લિકા શેરાવત પહેલા ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'માં કેસરી રંગની બિકીની પહેરીને દીપિકા પાદુકોણ ટ્રોલ થઈ હતી. આ અંગે પણ ભારે હોબાળો થયો હતો. ઘણા લોકોનું કહેવું હતું કે કેસરી બિકીની તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જે બાદ દીપિકાને ટ્રોલ કરવાની સાથે જ ફિલ્મ 'પઠાણ'નો વિરોધ થવા લાગ્યો. તમને જણાવી દઈએ કે, 'પઠાણ' ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલિઝ થઈ રહી છે. તેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp