ઐશ્વર્યાના વાયરલ ફોટોમાં એવું તો શું છે કે તે થઈ રહી છે ટ્રોલ?

PC: instagram.com/aishwaryaraibachchan_arb

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગઈ હતી. ઐશ્વર્યાએ કાનમાં પોતાના લૂકસને લઈને ખૂબ પ્રશંસા મેળવી હતી તો બીજી બાજુએ આરાધ્યા સાથે તેનો એક ફોટો પણ ખૂબ ચર્ચામાં છે. ફોટોમાં કાન ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જવા પહેલાં ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યાને લિપ કિસ કરતી દેખાય છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે 'LOVE YOU UNCONDITIONALLY, Happiest Mama in the World.' પરંતુ મા-દીકરીનો આ ક્યૂટ લાગણીથી ભરેલો ફોટો પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. કેટલાંક ફેન્સને આ ફોટો ખૂબ પસંદ પડ્યો જ્યારે કેટલાંક લોકોએ ઐશ્વર્યાના આરાધ્યાને લિપ પર કિસ કરવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે ઐશ્વર્યાને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

 

LOVE YOU UNCONDITIONALLY💖😘😇✨Happiest Mama in the World 😍

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ટ્રોલ કરનારા લોકોએ ઐશ્વર્યાના દીકરીને લિપ પર કિસ કરવાને ભારતીય સભ્યતાની વિરુદ્ધનું જણાવ્યું. કેટલાકે તો તેને લેસ્બિયન સુધી કહી દીધું. સોશિયલ મીડિયા પર સેલેબ્રીટીને ટ્રોલ કરવું એ સામાન્ય થઈ ચૂકયું છે પરંતુ કોઈ પણ કારણ વિના સેલેબ્રીટીને ટ્રોલ કરવું એ સમજ બહારની વાત છે. ઐશ્વર્યાને આ ખોટી રીતે ટ્રોલ કરવાની બાબતે તેના ફેન્સે નારાજગી પણ જતાવી છે.

ઐશ્વર્યાના એક પ્રશંસકે ટ્રોલ કરનારને જવાબ આપતા લખ્યું છે કે 'મા-દીકરીના પ્રેમ અને લાગણીને ટ્રોલ કરવું ખૂબ વાહીયાત છે અને આ તમારી ગંદી માનસિકતા અને નજરીયો દર્શાવે છે.'

ઐશ્વર્યા ગયા વર્ષે પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પર્પલ લિપસ્ટિક યુઝ કરવા બદલ ટ્રોલ થઈ હતી. તેની આ ફેશન ઘણા લોકોને પસંદ ન હતી પડી તેથી તેમણે તે સમયે ઐશ્વર્યાને ટ્રોલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp