આ એક્ટ્રેસે કર્યો ચોકાવનારો ખુલાસો, પિતાને લઈને કહ્યું કંઈક આવું

PC: townnews.com

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ચોપરાએ પોતાની લાઇફની લઈને જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. ફિલ્મ અય્યારીમાં જોવા મળનારી પૂજા ચોપરાએ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના પિતા તેને દુનિયામાં લાવવા માંગતા નહોતા. તેની માતાએ ખૂબ સંઘર્ષ કરીને તેને મોટી કરી છે.


 
પૂજાએ જણાવ્યુ કે, હું જ્યારે મારી માતાના પેટમાં હતી ત્યારે મારા પિતાએ કહી દીધું હતું કે, તેઓ દીકરી ઇચ્છતા નથી. જ્યારે મારો જન્મ થયો ત્યારે તે હોસ્પિટલમાં મને જોવા પણ નહોતા આવ્યા. મારા જન્મના 20 દિવસ બાદ મારા પિતાએ મારી માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે તું એને છોડી દે અથવા ઘર છોડી દે. તે સમયે મારી મોટી બહેન 7 વર્ષની હતી. બાદમાં મારી માતા મુંબઈમાં તેના પિયર આવી ગઈ અને બંન્ને બહેનોનો ખૂબ સંઘર્ષ ઉછેર કર્યો છે.


 
પૂજાએ કહ્યું કે હું આજે જે કંઈ પણ છું તે મારી માતાના કારણે છું. પૂજા ચોપરાએ અય્યારી અગાઉ મધુ ભંડારકરની ફિલ્મ ફેશન અને હિરોઈનમાં નાના નાના રોલ કર્યા છે. પ્રથમવાર તે તેલુગુ ફિલ્મ પોન્નાર શંકરમાં લીડ રોલમાં જોવા મળી હતી.


 
પૂજાનો જન્મ 3 મે 1986ના રોજ કોલકત્તામાં થયો હતો. પૂજાએ 2009માં મિસ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યું હતું. 2009માં તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં સેમિફાઈનલ સુધી પહોંચી હતી. પૂજા બોલિવૂડમાં 'કમાન્ડોઃ અ વન મેન આર્મી' અને 'યે તો ટૂ મચ હો ગયા' ફિલ્મમાં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp