શાહરુખ ખાન પર લખેલી આ કવિતા થઈ રહી છે વાયરલ, તમે વાંચી?

PC: hindustantimes.com

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં જામીન પર સુનાવણી આજે થવાની છે. સોશિયલ મીડિયા પર આર્યન ખાનની ધરપકડને લઈને ઘણી રીતેના રીએક્શન આવી રહ્યા છે. શાહરુખ ખાનના ફેન તેના ઘર આગળ પોસ્ટર લગાવીને અને સોશિયલ મીડિયા પર તેના માટે પોસ્ટ લખીને તેની સાથે પોતાનો સપોર્ટ દેખાડી રહ્યા છે. આ દરમિયાન અખિલ કાત્યાલની એક કવિતા ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં તેણે શાહરુખ ખાનને લઈને પોતાના વિચાર રાખ્યા છે.

આ કવિતાને બોલિવુડ ડિરેક્ટર નીરજ રાઘવે રીટ્વીટ કરી અને પોતે પણ કેટલીક પંક્તિઓ લખી છે. અખિલ કાત્યાલે પોતાની કવિતાને ટ્વીટ કરી હતી તેની પંક્તિઓ..

એ ક્યારેક રાહુલ છે, ક્યારેક રાજ

ક્યારેક ચાર્લી, તો ક્યારેક મેક્સ

સુરિંદર પણ તે, હેરી પણ તે

દેવદાસ પણ તે અને વીર પણ

રામ, મોહન, કબીર પણ

તે અમર છે સમર છે

રિજવાન, રાઈસ, જહાંગીર પણ

કદાચ એટલે કેટલાક લોકોના હલકમાં ફસાય છે

કે એક શાહરૂખમાં સંપૂર્ણ હિન્દુસ્તાન વસે છે

બોલિવૂડના ડિરેક્ટર નીરજ ઘેવને આ કવિતાને રીટ્વીટ કરતા લખ્યું છે કે

બંધન છે સંબંધોમાં

કાંટાઓની તાર છે

પથ્થરના દરવાજા, દીવાલો

છતા વેલ ઊગે છે

અને ગુચ્છ પણ ખીલે છે

અને ચાલે છે અફસાના

કિરદાર પણ મળે છે

એ સંબંધ દિલ દિલ દિલ હતા

લવ યુ શાહરુખ દિલ સે.

આ રીતે નીરજ ઘેવને શાહરુખ ખાનને લઇને પોતાની વાત રાખી છે. નીરજ ઘેવનની આ ટ્વીટ પર ફેન્સના ખૂબ રીએક્શન આવી રહ્યા છે. આમ પણ અખિલ કાત્યાલની કવિતા સોશિયલ મીડિયા પર ખૂબ વાંચવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું છે એકદમ બરાબર છે, આજે આપણે તેની કદર કરીએ છીએ આ એક્ટરની, એ એટલા મુશ્કેલ સમયમાં પણ શાંત છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે અને તેનો પુત્ર જલદી જ ઘરે પરત ફરે એવી મારી અને મારા પરિવારની પ્રાર્થના છે.

નરેશ કુમાર નામના યુઝરે લખ્યું કે ભગવાન નથી આ શાહરુખ ખાન ઓકે. ખાલી માણસ છે આપણી જેમ. શાહરુખ માણસ સારો છે એ તો હું પણ માનું છું. સાહેબ લવ યુ, લવ યુ SRK ભાઈજાન, હું સપોર્ટ કરું છું SRK, ભગવાન કરે ભગવાન બધુ સારું થઈ જાય, હું હનુમાનજીને પ્રાર્થના કરીશ. શૈલેષ કોન્વર નામના એક યુઝરે લખ્યું કે આ બધા રિલ વર્લ્ડના નામ છે, રિલ વર્લ્ડમાં એ એક સામાન્ય નાગરિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp