સલમાનની કંઈ વાતથી ગુસ્સે થયો અક્ષય કે 'બિગ બોસ 18'નો સેટ છોડીને ચાલ્યો ગયો

બિગ બોસ 18નો ફિનાલે 19 જાન્યુઆરીએ યોજાયો હતો. કરણ વીર મહેરા અને વિવિયન ડીસેનામાંથી કોઈ એકને છેલ્લે વિજેતા પસંદ કરવાનો હતો. સલમાન ખાને કરણનો હાથ ઊંચો કર્યો અને જાહેરાત કરી કે તે બિગ બોસની ટ્રોફી ઘરે લઈ જવાનો છે. શો પૂરો થયો. જોકે, થોડા કલાકો પછી, તેનાથી સંબંધિત એક મુદ્દો બહાર આવ્યો. મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર શોના અંતિમ ભાગમાં આવવાના હતા. તે પોતાના સમય પર પહોંચી પણ ગયો હતો. પરંતુ સલમાનના મોડા આવવાના કારણે તે સેટ છોડીને નીકળી ગયો હતો.
રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર સમયનો પાક્કો છે અને તે 'બિગ બોસ'ના સેટ પર સમયસર પહોંચી ગયો હતો. અક્ષય બપોરે 2:15 વાગ્યાની આસપાસ સેટ પર પહોંચ્યો. પણ સલમાન ત્યાં સુધી આવ્યો ન હતો. અક્ષયે વધારે એક કલાક સુધી સલમાનની રાહ જોઈ. તેમની ફિલ્મ 'જોલી LLB 3'નું ટ્રાયલ સ્ક્રીનિંગ પણ હતું. તેથી એક કલાક રાહ જોયા પછી, અક્ષય કુમાર શૂટિંગ કર્યા વિના 'બિગ બોસ'ના સેટ પરથી નીકળી ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'બિગ બોસ' ટીમે અક્ષયને ઘણી વાર ફોન કર્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. અહીં તમને જણાવી દઈએ કે, સલમાને શોમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ખરેખર, અક્ષય અને વીર પહાડિયા તેમની આગામી ફિલ્મ 'સ્કાય ફોર્સ'ના પ્રમોશન માટે 'બિગ બોસ'માં આવવાના હતા. અક્ષયના ગયા પછી, ફક્ત વીર જ શોનો ભાગ બની શક્યો. વીર, ઇશા સિંહના એલિમિનેશનની જાહેરાત કરવા માટે સ્ટેજ પર આવ્યો. પછી સલમાને કહ્યું, 'અક્કી (અક્ષય કુમાર) પણ આ ફિલ્મનો એક ભાગ છે. હું થોડો મોડો પહોંચ્યો અને તેને કોઈ કાર્યક્રમ માટે જવાનું થયું. એટલા માટે તે ચાલ્યો ગયો.'
'બિગ બોસ 18'ના ફિનાલેમાં ફક્ત 'સ્કાય ફોર્સ'નું પ્રમોશન જ કરવામાં આવ્યું ન હતું, પરંતુ 'લવયાપા'ની ટીમ પણ સેટ પર પહોંચી હતી. આમિર ખાન પણ જુનૈદ ખાન અને ખુશી કપૂર સાથે આવ્યા હતા. આમિર અને સલમાને 'અંદાજ અપના અપના' ફિલ્મના બાઇક સીનને ફરીથી કર્યો હતો. આમિરે કહ્યું કે, લગભગ 30 વર્ષ પછી તેણે તે ઇન્ટરવ્યુ જોયો, જેમાં સલમાને કહ્યું હતું કે, આમિરે ફિલ્મમાં ખૂબ સારું કામ કર્યું છે. બીજી તરફ, સલમાને મજાકમાં કહ્યું કે, આમિરે આ ફિલ્મ પછી તેની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આમિરે કહ્યું હતું કે, સલમાન સેટ પર મોડો આવે છે, તેથી તે હવે તેની સાથે વધુ કામ કરશે નહીં. 'લવયાપા' 07 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ 2022ની તમિલ ફિલ્મ 'લવ ટુડે'ની સત્તાવાર હિન્દી રિમેક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp