કેમ આટલી બધી ફિલ્મો સાઇન કરે છે અક્ષયકુમાર? કહ્યું આઠ કલાક કામ કરું છું તો પણ...

PC: instagram.com

અક્ષયકુમાર આજકાલ તેની રક્ષાબંધનને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ અગિયાર ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થશે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં તેની સાથે ભૂમિ પેડણેકર, સાદિયા ખાતિબ, સહજમીન કૌર, સ્મૃતિ શ્રીકાંત અને દીપિકા ખન્ના લીડ રોલમાં છે. અતરંગી રે પછી અક્ષયકુમાર બીજીવાર આનંદ એલ રાય સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ બાદ અક્ષયકુમારની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. હાલમાં જ અક્ષયકુમારે એક બાયોપિકની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મના તેના લૂકને લઈને તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક વર્ષમાં ઘણી ફિલ્મો કરવા માટે પણ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવે છે.

અક્ષય કુમારની રક્ષાબંધન ઘણાં સમયથી ચર્ચામાં છે. જોકે કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર એને બોયકોટ કરવા કહી રહ્યા છે. આવું પહેલી વાર બન્યુ છે કે અક્ષયકુમારની ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાયલો હોય. આ પાછળનું કારણ એ છે કે તે જેટલી સ્પીડમાં ફિલ્મોની જાહેરાત કરી રહ્યો છે એટલી જ સ્પીડમાં તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ રહી છે. તેની ફિલ્મો વધુ કમાણી નથી કરી શકી. આ વિશે અક્ષયકુમારે હાલમાં જ કહ્યુ કે ઇન્ડસ્ડટ્રીના ઘણાં લોકો તેને ફિલ્મોને સાઇન કરવાની સ્પીડ ઓછી કરવા કહી રહ્યાં છે.

વર્કિંગ સ્ટાઇલ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘હું સૌથી વધુ વેકેશન્સ લઉં છું. હું જેટલા વેકેશન પર જાઉં છું એટલાં વેકેશન પર આ ઇન્ડસ્ટ્રીનું કોઈ પણ નહીં જતુ હોય. રવિવારે હું કામ નથી કરતો. શનિવારે અડધો જ દિવસ કામ કરું છું. વર્કિંગ દિવસોમાં પણ હું આઠ કલાકથી વધુ કામ નથી કરતો. આ આઠ કલાક હું સેટ પર જ હોઉં છું, વેનિટી વેનમાં નહીં. મારા આઠ કલાક 14-15 કલાક બરાબર હોય છે. ફિલ્મો માટેનું આ મારું કમિટમેન્ટ છે. આનંદ એલ રાય પણ મારા કામથી ખૂબ જ ઇમ્પ્રેસ છે.’

અક્ષયકુમારની વર્કફ્રન્ટની વાત કરીએ તો રક્ષાબંધન બાદ OMG 2, રામ સેતૂ, કૈપ્સૂલ ગિલ, હાઉસફુલ 5, બડે મિયાં છોટે મિયાં, ક્રૈક અને ગોરખા જેવી ફિલ્મો છે. આ સાથે જ તે પરિણીતી ચોપડા સાથે પણ કામ કરી રહ્યો છે. તેની હેરા ફેરીની આગામી સિરીઝ પણ પાઇપલાઇનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp