ફિલ્મ રિવ્યૂઃ Section 375 ને પબ્લિકનો કેટલો ન્યાય મળ્યો

PC: facebook.com/TaranAdarshOfficial/

ભારતીય દંડ સંહિતાની ધારા 375 પર બનેલી આ ફિલ્મમાં ઋચા ચઢ્ઢા અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. ઋચા જ્યાં રેપ પિડીતની વકીલનું પાત્ર ભજવી રહી છે તો અક્ષય આરોપીના વકીલનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મ આજે રિલીઝ થઈ ચૂકી છે.

ફિલ્મ નિર્માતા રોહન(રાહુલ ભટ્ટ) પર તેના ઘરની અસિસ્ટન્ટ(મીરા ચોપરા) પર બળાત્કાર કરવાનો આરોપ છે. મળેલા સબૂતો રોહનના વિરુદ્ધ હોય છે. નીચલી અદાલતમાં રોહનને 10 વર્ષની સજા આપવામાં આવે છે. રોહનની પત્ની મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરે છે અને વકીલ તરુણ સલૂજા(અક્ષય ખન્ના)નો સંપર્ક સાધે છે. તો પીડિતા(મીરા ચોપરા) નો કેસ ઋતા ચઢ્ઢા(હીરલ ગાંધી) લડે છે.

ફિલ્મમાં બળાત્કારના દોષીને પણ કાનૂની ડિફેન્સનો અધિકાર છે. આ અક્ષયના પાત્રની દલીલ હોય છે. ફિલ્મમાં અક્ષયનું પાત્ર ક્લીઅર છે. તેનું બેકગ્રાઉન્ડ, પરિવાર ઘર બધું સ્પષ્ટ રીતે દેખાડવામાં આવ્યું છે. તે સ્માર્ટ રીતે કમબેક કરે છે. પણ હીરલના રૂપમાં ઋચા કાંઈ કરી શકતી નથી.

દોષીનો કેસ લડી રહેલા અક્ષયની પત્નીની પોતાની વિચારધારા છે. પણ તે પોતાના પતિના પક્ષમાં છે. ઋચા એક મહત્ત્વકાંક્ષી વકીલ છે અને મહિલાઓના અધિકાર પ્રત્યે જાગૃત છે.

Section 375 જેવી ફિલ્મના વજૂદ પર સવાલ ન ઉઠાવવો જોઈએ. તો પણ થોટું અટપટુ લાગે છે જ્યારે ફિલ્મનું એક પાત્ર કહે છે, જે કાનૂન મહિલાઓના સંરક્ષણ માટે બન્યા છે, આ કેસ એ જ કાનૂનનો ઉપયોગ કરવાનો ક્લાસિક કેસ છે.

ફિલ્મનાં અંતમાં તરુણ કહે છે, અમે અહીંયા ન્યાયના કારોબારમાં નથી. અમે અહીંયા કાનૂનનો ધંધો કરી રહ્યા છીએ. તો શું કેસના અંતમાં ન્યાય મળશે. કાનૂન અસરકારક રીતે લાગૂ થશે. નિર્ણય તમારા પર છોડીએ છીએ.

અજય બહલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં ઋચા ચઢ્ઢા, અક્ષય ખન્ના, રાહુલ ભટ્ટ અને મીરા ચોપરા છે. ભૂષણ કુમાર, કિશન કુમાર, કુમાર મંગલ પાઠક અને અભિશેક મંગલ પાઠકે આ ફિલ્મ બનાવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp