આલિયા ભટ્ટ અને રણવીર કપૂરે રાહા રાખ્યુ પોતાની દીકરીનું નામ, જાણો શું થાય છે અર્થ

PC: instagram.com/aliaabhatt

આલિયા ભટ્ટ અને રનબીર કપૂરે આખરે પોતાની દીકરીના નામનો ખુલાસો કરી દીધો છે. જેનો જન્મ આ મહિનામાં 6 નવેમ્બરના રોજ થયો હતો. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટમાં દીકરીનું નામ જણાવ્યું છે અને તેનો અર્થ પણ સમજાવ્યો છે. આલિયા ભટ્ટ પોસ્ટમાં લખે છે કે, ‘રાહા નામ તેની બુદ્ધિમાન અને અદ્દભુત દાદીએ પસંદ કર્યું છે, જેના ઘણા અર્થ છે. રાહાનો શુદ્ધતમ રૂપમાં અર્થ છે- દિવ્ય પથ. સ્વાહિલીમાં તેનો અર્થ આનંદ છે. સંસ્કૃતમાં રાહા એક ગૌત્ર છે. બંગ્લામાં આ નામનો આર્થ આરામ, રાહત સાથે છે.

અરબીમાં તેનો અર્થ શાંતિ છે. આ નામનો અર્થ ખુશી, સ્વતંત્રતા અને આનંદ પણ છે. એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોસ્ટમાં આગળ પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, ‘તેના નામને અનુરૂપ, અમે પહેલી ક્ષણે જ્યારે તેને પકડી હતી, ત્યારે અમને આ બધુ અનુભવ્યું હતું! આભાર રાહા, અમારા પરિવારને જિંદાદિલ બનાવવા માટે. એમ લાગે છે જેમ કે, અમારી જિંદગી અત્યારે શરૂ જ થઇ છે. આલિયા ભટ્ટની પોસ્ટ પર ફેન્સ સાથે-સાથે સેલિબ્રિટીઓ પણ કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

ઝોયા અખ્તર, સોની રાજદાન અને રિદ્ધિમાં કપૂરે તેને સૌથી પહેલા શુભેચ્છાઓ પાઠવી. કરિશ્મા કપૂર પોસ્ટમાં લખે છે કે, ‘રાહા કપૂર શું હું તને પકડી શકું છું. રાહ નથી જોવાતી.’ સોફી ચૌધરી, સોનાક્ષી સિંહાએ પણ તેને હાર્ટ ઇમોજી શેર કરીને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે 6 નવેમ્બરના રોજ આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારથી સતત ચર્ચા થઇ રહી હતી કે આખરે આલિયા-રનબીરની દીકરીનું નામ શું હશે? તેઓ દીકરીનું નામ શું રાખશે? જો કે, હવે તેમણે પોતાની દીકરીનું નામ જગજાહેર કરી દીધું છે.

આલિયાએ નામ સાથે એક તસવીર શેર કરી છે. બ્લર કરવામાં આવેલી તસવીરમાં બધુ ધ્યાન પાછળ લટકેલી બાર્સેલોનાની જર્સી પર દેખાડવામાં આવ્યું છે. યુનિસેફ માર્કવાળા એ ડ્રેસ પર રાહા નામ લખેલું છે. બ્લૂ અને રેસ લાઇનિંગની આ ટી-શર્ટ અને શોર્ટ્સને ફ્રેમ કરીને દીવાલ પર લટકાવવામાં આવી છે. એ જ ફોટોમાં બ્લર દેખાઇ રહેલા રનબીર-આલિયા પોતાની દીકરીને પકડીને ઊભા છે. જો કે, દીકરી રાહાનુ માત્ર માથું દેખાઇ રહ્યું છે, પરંતુ ફેન્સ તેને પહેલી ઝલક માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp