આ તારીખે રીલિઝ થશે આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી, પોસ્ટરમાં દેખાયો દમદાર લૂક

PC: Instagram.com

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. જેનો હવે તેના ફેન્સ માટે ઈંતજાર ખતમ થઈ ગયો છે. ફિલ્મની રીલિઝ ડેટ સામે આવી ગઈ છે. સંજય લીલા ભણશાલીના જન્મ દિવસના ખાસ મૌકા પર ફિલ્મની રીલિઝ ડેટની સાથે તેનું નવું પોસ્ટર પણ રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 30 જુલાઈના રોજ રીલિઝ થવાની છે અને આજે રીલિઝ કરવામાં આવેલા પોસ્ટરમાં આલિયાનો દમદાર લૂક જોવા મળે છે.

આલિયા ભટ્ટે આ નવું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે- 30 જુલાઈના રોજ સિનેમાઘરોમાં ગુગબાઈ કાઠિયાવાડી. પોસ્ટરમાં આલિયા ખુરશી પર પગ મુકીને બેઠેલી જોવા મળી રહી છે. લાઈટ કલરના કપડાં, આંખમાં ડાર્ક કાજલ અને મોટા ચાંદલા સાથે આલિયાનો આ નવો અવતાર ઘણો દમદાર લાગી રહ્યો છે. ભણશાલી પ્રોડક્શને પોસ્ટર શેર કરતા લખ્યું છે કે- ઉગ્ર, સાહસી, તે શાસન કરવા માટે તૈયાર છે. તેની સાથે જ જણાવવામાં આવ્યું છે કે આજે ફિલ્મનું ટીજર પણ રીલિઝ કરવામાં આવવાનું છે.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક ફિમેલ ડોનનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની સ્ટોરી પુસ્તક ધ માફિયા ક્વિન ઓફ મુંબઈ પર આધારિત છે. આ પુસ્તકનું લેખન હુસૈન જૈદીએ કર્યું છે. ખબરોની માનીએ તો સંજય પોતાની આ ફિલ્મમાં પણ કેટલાંક કમાલના ડાન્સ નંબર્સ નાખવા જઈ રહ્યા છે. તેનું શૂટિંગ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં જ શરૂ કરી દેવામાં આવશે.

 
 
 
View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

મિડ ડેના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મમાં આલિયાના બે સ્પેશિયલ ડાન્સ નંબર હશે. તેમાંથી એક તો ટિપીકલ ભણશાલી નંબર હશે, જેના ઘણા જ લેવિશ અંદાજમાં 200થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર્સની સાથે શૂટ કરવામાં આવશે. ફિલ્મના ગીતોને કમાઠીપુરાના ડુપ્લીકેટ સેટ પર શૂટ કરવામાં આવશે જેને ગોરેગામની ફિલ્મ સીટીમાં બનાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં આલિયાએ કાઠિયાવાડી પણ શીખી હતી, તે સાથે ગુજાતી રહન-સહન અને બોલચાલમાં ઢળવાની પણ કોશિશ કરી રહી છે. આ સિવાય આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોય સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાની છે. છેલ્લે આલિયા સડક 2માં સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp