26th January selfie contest

અમિતાભ બચ્ચન આ ફિલ્મના શુટિંગ માટે પહોંચ્યા મનાલી, CM સાથે કરી મુલાકાત

PC: jagran.com

એક ફિલ્મના શુટિંગને લઈને અમિતાભ બચ્ચન મનાલી પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બપોર પછી મહાનાયક સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટમાંથી મળતી વિગત પ્રમાણે, જયરામ ઠાકુરે આ વિસ્તારમાં ફિલ્મ સિટી બનાવવાને લઈને અમિતાભ બચ્ચન સાથે ચર્ચા-વિચારણા કરી હતી. જોકે, અમિતાભે પોતાની નિવૃતિ અંગેની વાત જાહેર કરી હતી. જેના પર તેમણે એક ટ્વિટ કરીને પોતાની અભિવ્યક્તિ કરી હતી. મનાલી પાસેના સર્કિટ હાઉસમાં આ અંગે લાંબી વિચારણા કરવામાં આવી હતી. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શુટિંગના સીન માટે રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મનાલીમાં રોકાયા છે.

અહીં એક ગીતનું શુટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ ગીતના શુટિંગ બાદ આલિયા ભટ્ટ તાત્કાલિક મુંબઈ માટે રવાના થઈ હતી. જ્યારે રણબીર કપૂર અને અમિતાભ થોડા સમય માટે મનાલીમાં રોકાશે. આ ફિલ્મમાં અમિતાભ રણબીર કપૂરના ગુરુનું એક પાત્ર અદા કરી રહ્યા છે. શનિવારે એમની વચ્ચે એક માથાકુટ પણ થઈ હતી. જે પછીથી ખ્યાલ આવ્યો કે, ફિલ્મના એક સીન માટે આવું કરવામાં આવી રહ્યું હતું.

આ ફિલ્મના બીજા કલાકારો તેમજ રણબીર મનાલીની હોટેલ સ્પેન રીસોર્ટમાં રોકાયેલા છે. જેથી હોટેલની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે અહીં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ અમિતાભ અને રણબીર કપૂરીની એક ઝલક માટે દોડધામ કરી રહ્યા છે. ગત અઠવાડિયે જ અમિતાભે કહ્યું હતું કે, પોતાના ટીવી શોની આ અંતિમ સીઝન છે. આ પછી તેઓ આરામ કરવાના છે. જોકે, હોસ્પિટલમાંથી ટ્રિટમેન્ટ કરાવીને આવ્યા બાદ તબીબોએ પણ એમને બ્રેક લેવા માટે સૂચન કર્યું હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp