નજીકના વ્યક્તિએ જણાવ્યું-એક મહિના બાદ અમિતાભ બચ્ચનનું કેવું છે સ્વાસ્થ્ય

PC: dw.com

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણા સમયથી પોતાની તબિયતને લઈને ચર્ચામાં છે. ગત દિવસોમાં હૈદરાબાદમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પ્રોજેક્ટ-K’ની શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. આ વાતને એક મહિનો વીતી ચૂક્યો છે અને તેઓ સતત પોતાના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપતા રહે છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ભયાનક દુઃખાવાથી ઝઝૂમી રહ્યા છે. તો ફેન્સ સતત તેઓ જલદી સારા થાય તેવી કામના કરી રહ્યા છે. તો હવે તેમના સ્વાસ્થ્યને લઈને તેમના નજીકના વ્યક્તિએ મોટું અપડેટ આપ્યું છે.

આમ તો અમિતાભ બચ્ચન પોતાના બ્લોગ  દ્વારા પોતાના સ્વાસ્થ્યને લઈને અપડેટ શેર કરતા રહે છે. આ દરમિયાન એક વેબસાઇટ સાથે વાતચીત કરતા અમિતાભ બચ્ચનના એક નજીકના વ્યક્તિએ જણાવ્યું કે, એક્ટર જલદી જ શૂટિંગ પર પાછા જવા માગે છે, પરંતુ સારા થવાની પ્રક્રિયા ધીમી છે અને કોઈ પણ તેમની આ ઉંમરમાં જોખમ નહીં ઉઠાવી શકે. જ્યાં સુધી રોજિંદી શૂટિંગની વાત છે તો તેને ફરીથી શરૂ કરવામાં સમય લાગશે અને એ તાત્કાલિક નહીં થાય.

તો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગયા અઠવાડિયે અમિતાભ બચ્ચને ડૉક્ટરની સલાહ વિરુદ્ધ જઈને એક એડ શૂટિંગ કરી હતી કેમ કે તે ખૂબ સમયથી પેન્ડિંગ હેટ અને એક્ટરને પોતાનું કમિટમેન્ટ પૂરું કરવું પડ્યું હતું. માર્ચમાં અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ ફિલ્મ સેટ પર ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તેનાથી તેમની પાસળી અને માંસપેશીઓમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની પાસળી કાર્ટિલેજ પોપ થઈ ગઈ છે અને જમણી રિબ કેજની સાઇડની માંસપેશી ફાટી ગઈ છે.

જો કે, એક્ટર સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તો તેમને ચાહનારા પણ તેમના સ્વાસ્થ્ય માટે દુવાઓ કરે છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન 80 વર્ષના થઈ ચૂક્યા છે. તેમણે ઇજા થવા અગાઉ રિભૂ દાસ ગુપ્તાની ફિલ્મ ‘સેક્શન 84’ સાઇન કરી હતી, પરંતુ તેમણે આ ફિલ્મ માટે ડેટ્સ અત્યાર સુધી આપી નથી. એ સિવાય અમિતાભ બચ્ચન પાસે 6 ફિલ્મો બીજી છે. અમિતાભ બચ્ચન બોલિવુડના સૌથી વ્યસ્ત એક્ટરોમાંથી એક છે. ‘પ્રોજેક્ટ K’ સિવાય ‘ગણપત’, ‘ઘૂમર’, ‘ધ ઉમેશ ક્રોનિકલ્સ’ અને બટરફ્લાઇ’ જેવી ફિલ્મોમાં તેઓ નજરે પડવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp