વર્લ્ડ કપમાં વરસાદથી કંટાળેલા બીગ બીએ જાણો શું કહી દીધું

PC: thenational.ae

બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચને ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ટ્વિટ કર્યું છે. ક્રિકેટ ફેન્સ વર્લ્ડ કપ 2019ને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. જોકે, ઈંગ્લેન્ડના વરસાદે તમામ ક્રિકેટ ફેન્સની એક્સાઈટમેન્ટ પર પાણી ફેરવી દીધુ છે. જેને લઈ સામાન્ય લોકોથી લઈને બોલિવુડના શહેનશાહ સુધી સૌ ચિંતાતુર છે. સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને વર્લ્ડ કપને લઈને ટ્વિટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ભારતની ન્યુઝીલેન્ડની સાથે ત્રીજી મેચ હતી. ફેન્સમાં આ મેચને લઈને ખૂબ જ એક્સાઈટમેન્ટ હતી. જોકે, ફરી એકવાર વરસાદને કારણે મેચ રદ્દ થઈ ગઈ. જેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો દેખાઈ રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર મેચને લઈને કમેન્ટ કરી છે. એક્ટર અમિતાભ બચ્ચને એક યુઝરના ટ્વિટને રિટ્વિટ કરીને મજાકિયા ટોનમાં કહ્યું, 2019ના વર્લ્ડ કપ ટૂર્નામેન્ટને ભારતમાં શિફ્ટ કરી દો... અમને વરસાદની જરૂર છે.

લગભગ તમામ વિષયો પર ટ્વિટ કરનારા એક્ટર અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એક્ટર અમિતાભના આ ટ્વિટ પર ફેન્સ સતત કમેન્ટ્સ કરી રહ્યા છે. ફેન્સ અમિતાભ બચ્ચનના સેન્સ ઓફ હ્યુમરના પણ વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, હાલ થોડાં સમય પહેલા જ અમિતાભ બચ્ચનના ટ્વિટર અકાઉન્ટને હેકરોએ હેક કરી દીધું હતું. જોકે, તેને થોડી જ વારમાં રિકવર કરી લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp