અમિતાભ બચ્ચને કરી 2100 ખેડૂતોની મદદ, ચૂકવી તેમની લાખોની લોન

PC: c.ndtvimg.com

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી એકવાર ખેડૂતોની સહાય માટે આગળ આવ્યા છે. અમિતાભ બચ્ચને આ વખતે બિહારના 2100 ખેડૂતોની લોન ચુકવી દીધી છે. આ વાતની જાણકારી તેમણે બ્લોગ લખીને આપી છે. અમિતાભ બચ્ચને લખ્યુઃ વાયદો પૂર્ણ કર્યો. બિહારના જે ખેડૂતોની લોન બાકી હતી, તેમાંથી 2100 ખેડૂતોને પસંદ કરવામાં આવ્યા અને OTS (વન ટાઈમ સેટલમેન્ટ)ની સાથે તેમની લોન ચુકવવામાં આવી. તેમાંથી કેટલાક ખેડૂતોને અમિતાભના બંગલા પર બોલાવવામાં આવ્યા અને વ્યક્તિગતરીતે અભિષેક બચ્ચન અને શ્વેતાના હાથે તેમને પેપર્સ આપવામાં આવ્યા.

અમિતાભ બચ્ચને આ અગાઉ લખ્યું હતુઃ એ ખેડૂતો માટે આ ગિફ્ટ છે, જે લોન ચુકવવામાં અસમર્થ છે. તે લોકો હવે બિહાર રાજ્યમાંથી હશે. આ પહેલો મોકો નથી, જ્યારે અમિતાભ બચ્ચને ખેડૂતોની મદદ કરી હોય. ગત વર્ષે પણ તેમણે ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતોની લોન ચુકવી હતી. 76 વર્ષીય આ એક્ટરે એવું પણ લખ્યું છે કે, વધુ એક વાયદો પૂર્ણ કરવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યુઃ બહાદુર દિલો, જેમણે દેશ માટે પુલવામામાં પોતાના જીવનું બલિદાન આપ્યું, તેમના પરિવાર અને પત્નીઓને આર્થિક મદદ. સાચ્ચા શહીદ. આ અગાઉ અમિતાભ બચ્ચને મહારાષ્ટ્રના 350 ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું. આ ઉપરાંત તેમણે 44 શહીદોના પરિવારોને પણ આર્થિક મદદ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp