અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને ઈમેજનો ઉપયોગ કર્યો તો ખેર નથી, કોર્ટનો મોટો નિર્ણય

PC: jagran.com

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે ઘણી કંપનીઓ તેમની પરવાનગી વિના તેમના નામ, અવાજ અને પર્સનાલિટીનો ઉપયોગ કરી રહી છે અને આ બધુ ઘણા સમયથી ચાલી રહ્યું છે. તેઓ પોતાના હકમાં પબ્લિસિટી અને પર્સનાલિટી રાઇટ્સ ઈચ્છે છે. જાણીતા પબ્લિક ફિગર હોવાના નાતે અમિતાભ બચ્ચન નથી ઈચ્છતા કે તેમની પરવાનગી વિના કોઈપણ તેમની આઇડેન્ટિટીનો ઉપયોગ કરે. જોકે, અમિતાભ બચ્ચનને તેમા રાહત મળી ગઈ છે.

જસ્ટિસ ચાવલાએ ઓથોરિટી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ માટે આદેશ જાહેર કર્યા છે કે અમિતાભ બચ્ચનનું નામ, ફોટો અને પર્સનાલિટી સ્ટેટસને તરત જ હટાવી દેવામાં આવે જે પણ પબ્લિકલી ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને કોર્ટે એ ફોન નંબર્સ વિશે જાણકારી આપવા કહ્યું છે જે બચ્ચનના નામ અને અવાજનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને એ ઓનલાઇન લિંક્સને પણ હટાવવા માટે કહ્યું છે જે બચ્ચનના પર્સનાલિટી રાઇટ્સને ખરાબ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનનું નામ, અવાજ અને પર્સનાલિટીનો કેટલીક કંપનીઓ ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. એક્ટરે અરજીમાં કહ્યું છે કે, જે લોકો આ બધુ કરી રહ્યા છે, તે ખોટું છે. કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીમાં તેના પર કંટ્રોલ કરાવો જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમિતાભ બચ્ચનના નામે એક લોટરી એડ પણ ચાલી રહી છે, જ્યાં પ્રમોશનલ બેનર પર તેમનો ફોટો લાગેલો છે. આ ઉપરાંત, તેના પર KBCનો લોગો પણ છે. આ બેનર કોઈકે લોકોને ભ્રમિત કરવા માટે બનાવ્યું છે. તેમા જરા પણ સાતત્ય નથી.

સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ અમિતાભ બચ્ચન તરફથી અરજી રજૂ કરી. તેમણે જસ્ટિસ ચાવલાને કહ્યું કે, મારા ક્લાઇન્ટના પર્સનાલિટી રાઇટ્સ ખરાબ કરવામાં આવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમના નામ, અવાજ અને પર્સનાલિટીનો ઉપયોગ કોઈ પણ એડમાં ના થાય. જેને કારણે તેમની ઈમેજ ખરાબ થાય.

રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચન એક મોટી સેલિબ્રિટી છે. એવામાં તેમના નામનો ઉપયોગ કોઈપણ પ્રકારના પ્રચારમાં ના કરી શકાય. એક્ટરે એડ કંપનીઓ પર પ્રચાર અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. કોર્ટને અમિતાભ બચ્ચનના એડવોકેટે એવુ પણ કહ્યું કે, એક્ટર એક જાણીતી પર્સનાલિટી છે. આ પ્રકારે એડ્સમાં તેમનું પ્રતિનિધિત્વ કરવું તે પણ તેમની પરવાનગી વિના, ખોટું છે. જો એડ કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ અને અવાજનો ઉપયોગ કરવા માંગે છે તો તેઓ એક્ટરની પરવાનગી સાથે જ તે કરી શકે છે. નહીં તો, કોઈપણ પ્રકારની સર્વિસમાં અમિતાભ બચ્ચનના નામનો ઉપયોગ ના કરાવો જોઈએ.

જે પણ કંપનીઓ એક્ટરના નામ, સ્ટેટસ અને પર્સનાલિટીનો ઉપયોગ કરી રહી છે, તેઓ તેમની પરવાનગી વિના તે નહીં કરી શકશે. એક્ટર પોતાની ઈમેજ અથવા રેપ્યૂટેશનને ખરાબ કરવા નથી માંગતા. કેટલીક એક્ટિવિટીઝ એવી પણ થઈ છે, જ્યાં એક્ટરના આત્મસન્માનને હાનિ પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp