
અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. ગુડન્યુઝ પણ કંઈક એવી છે. બિઝનેસમેન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બંનેના લગ્ન થવાના છે. કપલના રોકા સેરેમનીનો પહેલો ફોટો સામે આવ્યો છે. તેમની આ સેરેમની રાજસ્થાન સ્થિત શ્રીનાથજીના મંદિરમાં થઈ છે. અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે, તેની હજુ કોઈ જાણકારી સામે આવી નથી. અનંત અને રાધિકા વર્ષોથી એકબીજાને ઓળખે છે.
Rajasthan | Anant Ambani visited Shrinathji Temple in Nathdwara, Rajasmand district. pic.twitter.com/ZWKGYn1ON0
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 29, 2022
રાધિકાને અંબાણી પરિવારના દરેક ફંકશનમાં જોવામાં આવી છે. ટૂંક સમયમાં રાધિકા અંબાણી પરિવારની નાની વહુ પણ બની જશે. રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલ મર્ચન્ટની પુત્રી છે. વિરેન એનકોર હેલ્થકેરના સીઈઓ છે. રાધિકાના પિતા વિરેન ભારતના અમીર વ્યક્તિઓમાં ગણાય છે. રાધિકાએ પોતાનું સ્કુલિંગ મુંબઈથી કર્યું છે. જેના પછી તે સ્ટડી માટે ન્યુયોર્ક ગઈ હતી. જ્યાં તેણે પોલિટીક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેણે 2017માં ઈસપ્રાવા ટીમને સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે જોઈન કરી.
તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વીમિંગ કરવાનું પસંદ છે. રાધિકા મર્ચન્ટ દેખાવમાં ઘણી સુંદર છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો 2018માં એક ફોટો વાયરલ થયો હતો. ફોટામાં બંને મેચિંગ ગ્રીન કલરના આઉટફીટમાં સાથે જોવા મળ્યા હતા.
રાધિકા એક ટ્રેઈન ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે. જૂન 2022માં અંબાણી પરિવારે પોતાની થનારી વહુ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સેરેમનીનું પણ આયોજન કર્યું હતું.
#Radhikamerchant, Anant Ambani’s fiancé's on-stage debut as part of her Arangetram Ceremony.#MukeshAmbani #NitaAmbani #JioWorldCentre pic.twitter.com/hxMz68jgb0
— News18 (@CNNnews18) June 5, 2022
આ સેરેમનીમાં બોલિવુડના ઘણા નામચીન સિતારાઓ પણ આવી પહોંચ્યા હતા. સેરેમનીમાં રાધિકાના ક્લાસિકલ ડાન્સના ઘણા વીડિયોઝ સામે આવ્યા હતા. આ વીડિયોઝમાં જેમણે પણ રાધિકાનો ડાન્સ જોયો હતો, તેઓ રાધિકાના વખાણ કરતા થાકી રહ્યા ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp