26th January selfie contest
BazarBit

એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ જણાવ્યું કેમ નહોતી ગઈ સુશાંતના અંતિમ સંસ્કારમાં

PC: twitter.com

સુશાંત સિંહ રાજપૂત સ્યૂસાઇડ કેસમાં દરરોજ કઇને કઇ નવું સામે આવી રહ્યું છે. હવે સુશાંતની નજીકના લોકો ખૂલીને બહાર આવીને બોલી રહ્યા છે અને અનેક રહસ્યો બહાર આવી રહ્યા છે. રિયા ચક્રવર્તિ પર FIR નોંધાય ત્યાર બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને સામે આવી હતી અને તેણે લખ્યું હતું કે, સત્યની હંમેશાં જીત થાય છે. અંકિતાએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુશાંત સાથે જોડાયેલી વાતો શેર કરી હતી.

અંકિતાએ એવું પણ જણાવ્યું હતું કે, કેમ તે સુશાંતના અંતિમ સંસ્કારમાં શામેલ થવા નહોતી આવી. અંકિતાએ જણાવ્યું હતું કે, સુશાંતને હું એ હાલતમાં ન જોઇ શકત. એક રિપોર્ટરે મને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે, અંકિતા સુશાંતે સ્યૂસાઇડ કરી લીધું છે, ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. મને એવું લાગ્યું જાણે હું ખત્મ થઇ ગઈ છું. મેં નિર્ણય લીધો કે હું તેના અંતિમ સંસ્કારમાં નહીં જઇ શકું, કારણ કે મને ખબર છે જો સુશાંતને હું એ હાલાતમાં જોત તો એ દૃશ્યને ક્યારેય ભૂલાવી ન શકત.

મુંબઈમાં બિહાર પોલીસે 3 Km ચાલવું પડ્યું, અંકિતા લોખંડેએ આપી પોતાની jaguar કાર

સુશાંત સિંહ રાજપૂત મામલામાં થઇ રહેલા નવા ખુલાસાઓની વચ્ચે બિહાર સરકારના એડવોકેટ જનરલ લલિત કિશોરે એક નિવેદન બહાર પાડી કહ્યું છે કે, જ્યારે એક રાજ્યથી બીજા રાજ્યમાં પોલીસ તપાસ કરવા માટે જાય છે તો રાજ્ય સરકાર સહયોગ કરે છે. પણ દુર્ભાગ્ય રીતે મુંબઇ પોલીસે એવું કર્યું નહીં. બિહાર સરકારના આરોપો ત્યારે સાચા ઠર્યા જ્યારે એવી વાત સામે આવી કે મુંબઇ પોલીસે બિહાર પોલીસને ગાડી પણ પૂરી પાડી નહીં અને તેમને અભિનેત્રી અંકિતા લોખંડે સાથે પૂછપરછ કરવામાં ગુરુવારે 3 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું.

 
 
 
View this post on Instagram

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

આરોપ છે કે, પોલીસના અસહયોગાત્મક રવૈયાના કારણે મુંબઇમાં પટના પોલીસની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોરોના વાયરસના કારણે મુંબઈમાં રિક્ષા અને ટેક્સીની અછત છે. ગુરુવારે પટના પોલીસની ટીમે મલાડ સ્થિત સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ઘરે જવાનું હતું. ટીમ જે સ્થાને હતી ત્યાંથી મલાડ ઘણું દૂર હતું. પટના પોલીસના સૂત્રોનું કહેવું છે કે, એવામાં લગભગ 3 કિલોમીટરનું અંતર પટના પોલીસે ચાલીને કાપ્યું. ત્યાર પછી તેમને રિક્ષા મળી અને તેઓ અંકિતા લોકંડેના ઘરે પહોંચ્યા. 1 કલાકથી વધારે સમય સુધી ટીમ ત્યાં રહી. ત્યાર પછી પોલીસના પરત જવા માટે અંકિતા લોખંડેએ પોતાની jaguar કાર પોલીસ ઓફિસરોને ઉપલબ્ધ કરાવી અને તેમને તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા. એવું મીડિયા અને તેમના સવાલોથી બચવા માટે કરવામાં આવ્યું હતું.

અંકિતાએ પટના પોલીસને જણાવ્યું કે, સુશાંત પાછલા 4 મહિનાથી ખૂબ પરેશાન હતો. રિયાની મરજી વિના કશુ પણ કરી શકતો નહોતો. પણ તે ડિપ્રેશનમાં રહેનારો વ્યક્તિ નહોતો. રિયાના પ્રેશર અને સતત બ્લેકમેલને કારણે તે પરેશાન રહેતો હતો.

થોડા મહિના પહેલા થઇ હતી મુલાકાત

પટના પોલીસ સામે અંકિતા લોખંડેએ જણાવ્યું કે, સુશાંતને તે ખૂબ જ સારી રીતે જાણતી હતી. તે સુસાઇડ કરનારો નથી. અંકિતાએ જણાવ્યું કે, મોતના થોડા મહિના પહેલા તેઓ એક પાર્ટીમાં મળ્યા હતા. વાતચીત શરૂ થઇ જ હતી. અમુક વાતો સુશાંતે જણાવી પણ હતી કે ત્યારે રિયા આવી અને સુશાંતને પોતાની સાથે લઇ ગઇ. સૂત્રો અનુસાર, અંકિતાએ પોલીસ ટીમને આગળ પણ આ કેસમાં મદદ કરવાની વાત કહી છે. માટે તેણે પોતાના પર્સનલ મોબાઇલ નંબર પણ પોલીસ સાથે શેર કર્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp