અનુપમ ખેરે શ્રીદેવીની યાદમાં શેર કર્યો આ વીડિયો

PC: aolcdn.com

ગયા મહિનાની 24 ફેબ્રુઆરીના રોજ બોલિવુડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું આકસ્મિક નિધન થયું હતું. તેના મૃત્યુથી શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયા હતા. બધા લોકોએ પોત-પોતાની રીતે તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પણ શ્રીદેવીની યાદમાં કંઈક આવું જ પોસ્ટ કર્યું હતું, જેને જોઈને તમે હારન થઈ જશો.

અનુપમ ખેરે ઈસ્તાનબુલના કોઈ કોફી મેકરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોફીના ફીણ પર શ્રીદેવીનો ચહેરો ઘણી સુંદર રીતે બનાવતો નજરે પડે છે. અનુપમ ખેરે આ વિડયો શેર કરતા કહ્યું હતું કે, ઈસ્તાનબુલમાં એક કોફી મેકરે શ્રીદેવીને આ રીતે યાદ કરી છે. આ પોસ્ટ સાથે તેણે ઘણા બધા હેઝટેગ વાપર્યા હતા, જેમાં Touching #Poignant #QueenOfIndianCinema #MyFavouriteActress #GoneTooSoon #RecievedViaMessage જેવા શબ્દો સામેલ હતા.

પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગયેલી શ્રીદેવીનું તેની રૂમના બાથટબમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આખી દુનિયા શોકમાં ડૂબી ગઈ હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp