શું આર્યન પણ હીરો બનશે? જાણો પપ્પા શાહરૂખે શું કહી દીધું

PC: ndtv.com

બોલીવુડ અભિનેતા હોલીવુડ હોસ્ટ ડેવિડ લેટરમેનના શો માય નેક્સ્ટ ગેસ્ટ નીડ્સ નો ઇન્ટ્રોડક્શનમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે પોતાના દિકરા આર્યન ખાનને લઇને ઘણી વાતો કરી છે. આર્યનના કરિયર પર પણ કિંગ ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, આર્યન અભિનેતા નથી બનવા માગતો.

શાહરૂખે કહ્યું કે, તે પોતાના સંતાનોના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની સમસ્યાઓ સાથે કેવી રીતે વર્તે છે. શાહરૂખ ખાને અનુભવી ઇન્ટરવ્યુઅરને કહ્યું કે, તનો દિકરો આર્યન અભિનેતા નથી બનવા માગતો. શાહરૂખે ઇન્ટરવ્યુઅરને કહ્યું કે, તેનો દિકરો એક સારો લેખક છે અને તેનામાં એવા ગુણ નથી કે તે એક સારો અભિનેતા બની શકે. આર્યન હાલના સમયમાં અમેરિકામાં ફિલ્મ નિર્માણનું અધ્યયન કરી રહ્યો છે.

શાહરૂખ ખાને કહ્યું કે, તેની પાસે તે નથી કે જે એ અભિનેતા બનવા માટે જોઇએ અને તેને પણ આ વાતની ખબર છે, પણ તે એક સારો લેખક છે. મને લાગે છે કે, એક અભિનેતા બનવાની ઇચ્છા અંદરથી આવવી જોઇએ.

શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને એક્ટિંગમાં કોઇ ઇન્ટરેસ્ટ નથી. તેનું હંમેશાથી એવું માનવું રહ્યું છે કે, જો તે દર્શકોની આશા પર ન ઉતરી શકે તો તે તેના પિતાની વિરાસતને ન જાળવી શકશે અને તે બાબતે તેની આલોચના થઇ શકે છે. તેની તુલના સતત તેના પિતા સાથે કરવામાં આવશે.

હાલમાં જ શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાને પોતાની ક્લોધિંગ બ્રાન્ડ ચેન્જ કરી છે, જે બ્રાન્ડના લક્ઝરી કપડા ખૂબ જ મોંઘા છે. કપડાની ભારે કિંમતને લઇને સોશિયલ મીડિયા પર આર્યન ખાનને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે, આસ્ક એસઆરકે સેશન દરમિયાન એક ફેને શાહરૂખ ખાનને આર્યનના લક્ઝરી કપડાની કિંમત ઓછી કરવા માટે કહ્યું, જેના પર શાહરૂખ ખાને અલગ અંદાજમાં જવાબ આપ્યો.

ટ્વીટર પર એક યુઝરે શાહરૂખ ખાનને કહ્યું કે, આર્યન ખાનના ક્લોધિંગ બ્રાન્ડનું જેકેટ 1000-2000 વાળા પણ બનાવડાવી દો, તે ખરીદવામાં તો ઘર જશે. આ વાત પર શાહરૂખે જવાબ આપતા લખ્યું કે, એ ક્લોધિંગ બ્રાન્ડ મને પણ સસ્તામાં કપડા નથી આપતી. આ ક્લોધિંગ બ્રાન્ડની એડમાં શાહરૂખ અને આર્યને પહેલી વખત સ્ક્રીન શેર કરી હતી અને તેના દ્વારા આર્યને નિર્દેશક તરીકે ડેબ્યુ પણ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp