સિયા કે રામ સિરિયલનો એક્ટર અત્યારે કરી રહ્યો છે ખેતી, જણાવ્યું કારણ

PC: amarujala.com

કોરોનાની મહામારીએ લોકોને ખૂબ જ મુશ્કેલીના સમયમાં પણ જીવન જીવતા શીખવ્યું છે. લોકોની પાસે ઓછી સુવિધા હોય તો પણ તે ખૂશીથી જીવન જીવી શકે છે તે સંદેશો પણ આ મહામારીએ આપ્યો છે. કોરોનાની મહામારી પહેલા લોકો ધંધા રોજગારને વધારે મહત્ત્વ આપતા હતા. તે સમયે મોટા ભાગના લોકોને પરિવારને સમય આપવાનું મહત્ત્વનું લાગતું નહોતું પરંતુ કોરોનાએ વ્યક્તિને પરિવારની સાથે રહીને જીવન જીવતા શીખવ્યું છે. ઘણા લોકોના જીવન કોરોનાની મહામારીના કારણે બદલી ગયા છે. ત્યારે એક એક્ટરે પણ હવે ખેડૂત બનવાનો નિર્ણય કર્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ashish Sharma (@ashish30sharma84)

ટીવી પર ભગવાન રામનું પાત્ર નિભાવીને પ્રસિદ્ધ થયેલા એક્ટર આશિષ શર્માએ એક્ટિંગની સાથે ખેતી કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓ ખેતી કરવા માટે રાજસ્થાનમાં આવેલા તેના ગામમાં પહોંચ્યો છે. સિયા કે રામ અને રંગરસિયા જેવી ટીવી સિરિયલમાં નજર આવી ચૂકેલો આશિષ માને છે કે, કોરોનાની મહામારીના કારણે તે હવે જિંદગીની અસલી ખૂશીનો આનંદ ઉઠાવી રહ્યો છે. હવે તે પૂર્ણ રીતે ખેતી તરફ ધ્યાન આપી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ashish Sharma (@ashish30sharma84)

એક્ટર આશિષ શર્માએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, આ મહામારીએ આપણને જીવનના બધા સુખ અને ખૂશીયોને ફરી એક વખત જોડતા શીખવાડ્યું છે. આપણે આ બધી વસ્તુઓને ભૂલી ગયા હતા. આ મુશ્કેલીના સમયે આપણને બધાને એક વખત પોતાની અંદર જોઈને વિચારવાનો મોકો આપ્યો છે કે, આપણને કેવું જીવન જોઈએ છે. આ સમયે બધાને શીખ્યું કે, આપણે ઓછી સુવિધાઓમાં કઈ રીતે નાની-નાની વસ્તુ આપણા જીવનને કઈ રીતે ખૂબસુરત બનાવીએ છીએ. આ સમયે જ્યારે હું રાજસ્થાનના સવાઈ માધોપુરની નજીક આવેલા મારા ગામ થાનેરાની મુલાકાતે આવ્યો ત્યારે મને અહેસાસ થયો કે, હું મા પ્રકૃતિની નજીક રહેવા માગુ છું.

 
 
 
View this post on Instagram

A post shared by Ashish Sharma (@ashish30sharma84)

આશિષે આગળ કહ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં સમયમાં લોકોને રોજગારને લઇને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ બધું જોઈને મેં નિર્ણય કર્યો છે કે, હવે હું મારા મૂળીયા તરફ ફરીથી આવી અને એક ખેડૂત બનીશ. વર્ષોથી અમારા ઘરનો પ્રોફેશન ખેતી રહ્યો છે. પરંતુ મુંબઈ જવાથી હું આનાથી દૂર ચાલ્યો ગયો હતો, એટલે મેં ફરીથી પરત આવીને એક ઉપયોગી જીવન જીવવાનો નિર્ણય કર્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ashish Sharma (@ashish30sharma84)

આશિષે એવું પણ જણાવ્યું હતું કે, તેમનું જયપુર નજીક એક ફાર્મ પણ છે. ત્યાં 40 એકર જમીન છે. આ જમીન પર તે ખેતી કરશે. આ ઉપરાંત તેમની પાસે 40 ગાય પણ છે. જણાવી દઈએ કે આશિષ થોડા દિવસોમાં જ કરણ રાજદાનની ફિલ્મ હિંદુત્વમાં પણ જોવા મળશે.

એક્ટર આશિષ તેના વતનમાં એકલો નથી ગયો પરંતુ તે તેની પત્ની અર્ચનાને પણ સાથે લઈ ગયો છે. આશિષ અને અર્ચનાએ જયુપુરમાં રહેતા માતા સાથે ઘણા દિવસો પ્રસાર કર્યા હતા. આશિષે તેના ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું. ખેતરમાં પ્લાન્ટિંગ પણ કર્યું હતું. સાથે જ તેને ખેતરમાં ખુલ્લા આકાશ નીચે ઊંઘવાની પણ મજા લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp