આમીરની દીકરીએ ટ્રોલર્સની પરવાહ કર્યા વગર ફરી શેર કર્યા બિકીની ફોટો

PC: twitter.com

આમિર ખાનની લાડકી દીકરી આયરા ખાન પોતાની દરેક પોસ્ટને લઇને ચર્ચામાં જ રહેતી હોય છે. આયરાના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ ફેમસ થઇ જાય છે. હાલમાં જ આયરાએ પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તે દિવસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તે બિકીની પોઝમાં નજરે પડી હતી. આયરાને બિકીનીમાં જોઇને લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. પણ આયરાએ તેના હેટર્સનું મોઢું બંધ કરી દીધું હતું.

આયરા ખાને પોતોના જન્મદિવસની ઉજવણીની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે. સૌથી ખાસ વાત એ છે કે, બિકીની ફોટો પર ટ્રોલ થયા બાદ તેણે બિકીની પોઝમાં વધુ તસવીરો શેર કરી અને તેના હેટર્સને જવાબ આપ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

તસવીરોમાં આયરા ખાન સ્વિમીંગ પૂલમાં તેના મિત્રો સાથે એન્જોય કરતી નજરે પડી હતી. એક તસવીરમાં આયરા પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે પણ પૂલમાં પોઝ આપતી જોવા મળી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

એક તસવીરમાં આયરા ખાન અને ફાતિમા સના શેખ પૂલમાં મસ્તી કરતી નજરે પડે છે. આયરા ફાતિમા સના શેખના ગાલ પર કિસ કરી રહી છે, જ્યારે એક્ટ્રેસ સેલ્ફી લઇ રહી છે. તે બંને મિત્રો વચ્ચેનો બોન્ડ જોવા જેવો છે.

 

આયરાએ બિકીનીમાં પોતાની ઘણી બધી તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, જો દરેક લોકો મારા લાસ્ટ બર્થડે ફોટોઝને ટ્રોલ કરી ચૂક્યા છે તો અહીં વધુ ફોટોઝ પણ છે. આયરાએ જે રીતે પોતાના હેટર્સને જવાબ આપ્યો છે તે જોઇને કેટલાક લોકો આયરીથી પ્રભાવિત થયા છે.

આયરાની પોસ્ટ હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. પેન્સ કમેન્ટ સેક્શનમાં આયરાની તસવીરોના વખાણ કરી રહ્યાં છે અને સાથે સાથે તેના જવાબના પણ વખાણ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, વાહ, ટ્રોલર્સને શું જબાવ આપ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, જોરદાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp