આયુષ શર્માનું દર્દઃ કાર ખરીદુ તો પણ લોકો કહે છે સલમાને ગિફ્ટ આપી હશે

PC: https://images.hindustantimes.com

આયુષ શર્મા ફિલ્મ 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ'માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. પણ લીડ રોલ પ્લે કરીને તેણે પોતાના એક અલગ ચાહકવર્ગ ઊભો કર્યો છે. આયુષ શર્માની સ્ટાઈલ તેની પહેલી ફિલ્મ 'લવયાત્રી'થી બિલકુલ અલગ છે. 'અંતિમ'માં પોતાના જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા છે. એક સારો અભિનેતા હોવા છતાં મોટાભાગના લોકો તેને સલમાન ખાનના સાળા તરીકે ઓળખે છે. નેટીઝન્સ માને છે કે આયુષ શર્મા પાસે જે પણ છે તે ભાઈજાનના કારણે છે, સલમાન ખાનની મહેરબાનીથી છે.

આયુષ શર્માએ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જો કે, અભિનેતાએ સમય સાથે ઊભી થતી ખોટી નેગેટિવિટીનો સામનો કરવાનું શીખી લીધું છે. આ મુદ્દાને તે હકારાત્મક રીતે લેતા શીખ્યો છે. અભિનેતાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકો તેમના વિશે કેવું વલણ ધરાવે છે. આયુષ શર્મા લોકોની ટ્રોલિંગને કારણે જ મજબૂત બન્યો છે. તેણે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'મારા જીવનમાં ઘણું બધું થયું છે. લોકો કહે છે કે હું નાની નોકરી કરવા છતાં મોંઘી કાર ખરીદું છું તો સલમાન ખાને આપી હશે એવું લોકો કહે છે.

ખાસ કરીને ઈન્ટરનેટ પર આવી ચર્ચાઓ ખૂબ થાય છે. લોકો માને છે કે આયુષે જે પણ હાંસલ કર્યું છે, તે સલમાન ખાનની મહેરબાનીથી છે, પરંતુ એવું નથી. આયુષ કહે છે, 'યાર, મારી પાસે પણ પૈસા છે. હું ખાલી હાથે નથી. હું મારી ટીકાને હકારાત્મક રીતે લેતા શીખ્યો છું'. ટ્રોલ થવાથી હું ખુશ છું. મને લાગે છે કે હું ટ્રોલ્સને ખોટા સાબિત કરીશ. જ્યારે આવું પહેલીવાર થતું હતું ત્યારે હું વિચારતો હતો કે મારાથી શું ભૂલ થઈ છે? પછી મને લાગ્યું કે ટીકા મારા માટે સારી છે. મને મારી જાતને સાબિત કરવાની તક મળી છે.

જોકે, અંતિમ ફિલ્મમાં એની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ પછી હવે તે ફરી કોઈ મોટા પ્રોજેક્ટમાં કામ કરી શકે છે. જોકે, એક્ટરે આવનારા પ્રોજેક્ટ અંગે કોઈ પ્રકારની ચોખવટ કરી નથી. જ્યારે સલમાન ખાન સાથે એની મુલાકાત થઈ ત્યારે તેણે કહ્યું હતું કે, મારી પાસે કોઈ કામ નથી. હું અત્યારે કંઈ કમાતો નથી. હું તો અહીં મેનેજમેન્ટ સ્ટડી કરવા આવ્યો હતો. એ સમયે સલમાને કહ્યું કે, તું પહેલો એવો માણસ છે કે, દિલ ખોલીને કહે છે કે, મારી પાસે કામ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp