રેપર બાદશાહ હવે આ હિરોઈન સાથે એક્ટિંગમાં કરવા જઈ રહ્યો છે ડેબ્યૂ

PC: dnaindia.com

રૈપર બાદશાહ બોલિવુડ ફિલ્મની સાથે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરવા માટે તૈયાર છે. તેનું કહેવુ છે કે તે ફિલ્મની લઈને ટેન્શનમાં છે, પરંતુ તે પોતાનું બેસ્ટ આપશે. ફિલ્મમાં સનાક્ષી સિંહા, વરૂણ શર્મા અને અન્નુ કપૂર જેવા કલાકારો છે. બાદશાહે અત્યારસુધી પોતાના ગીતોના તાલે બધાને ઝૂમાવ્યા હતા, પરંતુ લાગે છે કે તે હવે પોતના અભિનય લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે. આમ પણ બાદશાહનું ફેન ફોલોઈંગ વધારે છે અને લોકો તેના ગીતોને પસંદ કરે છે.

રૈપર બાદશાહની આ ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં નથી આવ્યુ. નિર્દેશન ક્ષેત્રમાં પગ મુકી રહેલી શિલ્પી દાસગુપ્તાની આ ફિલ્મ એક લાઈફ એન્ટરટેઈન્મેન્ટ છે. નિર્માતા ભૂષણ કુમાર અને મહાવીર જૈનના નિર્દેશનથી નિર્માતા બનેલ મૃગદીપ સિંહ લાંબાની સાથે વાત નક્કી કરવામાં આવી છે. પોતાના કેરેક્ટર અંગે જાણકારી આપતા બાદશાહે જણાવ્યુ હતુ કે, હું ખૂબ જ નર્વસ છું. જોકે, હવે હું તેમાં કૂદી ચુક્યો છું, અને હું મારું બેસ્ટ આપીશ. ભૂષણ અને મૃગ બંનેએ મને ખૂબ જ સમજાવ્યો કે કઈ રીતે આ કેરેક્ટર માટે હું પરફેક્ટ છું. આ એક એવી ફિલ્મ છે, જે ખૂબ જ અનોખી અને અલગ છે.]

બાદશાહની આ ફિલ્મમાં કુલભૂષણ ખરબંદા અને નાદિરા ગબ્બર પણ કામ કરી રહ્યા છે. ડીજે વાલે બાબૂ હિટમેકરે જણાવ્યુ હતુ કે, હું ખૂબ જ ખુશ છું કે કોઈ મને ફિલ્મમાં લેવા માંગે છે અને હું પોતાનું બેસ્ટ આપવા માટે તૈયાર છું, બાકી બધુ ભગવાનના હાથમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp